સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

Spread the love

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો


બાલાસોર
બિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીને સરપ્રાઈઝની લાલચ આપીને તેના પિયરથી બોલાવી અને તેની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી પતિ ત્રીસ વર્ષની પત્નીને તેના પિયરથી તેના ઘરે લાવ્યો હતો જ્યાં તેને સરપ્રાઈઝ આપવાની વાત કહી હતી. પરંતુ મહિલા તેના પિયરથી સાસરે પહોંચતા જ ત્યાં તેની હત્યા કરી નાખવામાં આવી.
મહિલાની હત્યા કર્યા બાદ માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરવામાં આવી હતી. પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો હતો અને મારામારી તથા તોડફોડ કરી હતી. મૃતક દીપા કુમારીના સંબંધીઓએ તાકીદે સદર પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દહેજ લોભી પતિ રાહુલ ગુપ્તાની ધરપકડ કરી હતી. પોલીસે હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દીપા કુમારીના લગ્ન 2 વર્ષ પહેલા રાહુલ ગુપ્તા સાથે થયા હતા. લગ્ન થયાના થોડા દિવસો બાદ જ તેણે દહેજ માટે મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ મહિલા તેના પિયર જતી રહી હતી. આ દરમિયાન દહેજ લોભી પતિ રાહુલ ગુપ્તાએ મનમાં એવો ઘૃણાસ્પદ પ્લાન ઘડ્યો જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. તેણે પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવાની લાલચમાં આપી અને આરોપી પતિએ તેના નાના ભાઈને તેના સાસરે મોકલી દીધો હતો અને પત્ની દીપા કુમારીને તેના પિયરથી ઘરે બોલાવી. પરંતુ તે મહિલાને ક્યાં ખબર હતી કે, તેને એક સરપ્રાઈઝ ગિફ્ટમાં મોત મળશે.
મહિલાના પરિવારજનોએ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂરબ બજારમાં સ્થિત જૂની રાઇસ મિલના રહેવાસીઓ આરોપી પતિ રાહુલ ગુપ્તા અને તેના સાસરિયાઓ પર દીપાનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતક દીપા કુમારીના પરિવારજનોની વાત માનીએ તો તેમને પહેલા સરપ્રાઈઝ ગિફ્ટની લાલચ આપવામાં આવી હતી. જ્યારે દીપાને પિયરથી પોતાના ઘરે લઈ આવ્યા તો સાસરીયા વાળાએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. દીપાના પરિવારજનોનું માનીએ તો તેમની દીકરી દીપા સાથે સતત મારપીટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

Total Visiters :152 Total: 1378593

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *