અમિત શાહને મળ્યા બાદ સાક્ષી, વિનેશ અને બજરંગ પુનિયાની આંદોલનમાંથી પીછેહટ

Spread the love

પીછેહઠ કર્યાનો ત્રણેય કુશ્તીબાજોનો ઈનકાર, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા, એફઆઈઆર પાછી ખેંચ્યાની વાત ખોટી હોવાનો દાવો


નવી દિલ્હી
કુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને ભારતીય રેલ્વેમાં ઓસીડી (સ્પોર્ટ્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આંદોલનથી પીછેહઠ કરી નથી કરી રહ્યા. સાક્ષી મલિકે સોમવારે (5 જૂન) કહ્યું, અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તે સામાન્ય વાતચીત હતી, અમારી માત્ર એક જ માંગ છે અને તે છે તેમની (બ્રિજભૂષણ સિંહ) ધરપકડ કરો.
સાક્ષી મલિકે કહ્યું, મેં દેખાવોથી પીછેહઠ કરી નથી, મેં રેલ્વેમાં ઓએસડી તરીકે મારું કામ ફરી શરૂ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કતા રહીશું. અમે પીછેહઠ નહીં કરીએ. તેણે (સગીર છોકરી) એ કોઈ એફઆઈઆર પાછી ખેંચી નથી, આ તમામ અહેવાલ ફેક છે.
સાક્ષી મલિકે ધરણામાંથી ખસી જવાના અહેવાલોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, “આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી અને ન તો કરીશું. સત્યાગ્રહની સાથે રેલવેમાં પણ અમારી જવાબદારી નિભાવીશું.” જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.
બીજી તરફ બજરંગ પુનિયાએ ટ્વિટ કર્યું કે, “આંદોલન પાછું ખેંચવાના સમાચાર અફવા છે. આ સમાચાર અમને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. અમે ન તો આંદોલન પાછું ખેંચ્યું છે અને ન તો પાછું ખેંચીશું.
રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ધરણામાં સામેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પીછેહઠ કરી લેતા દેખાવોમાંથી તેમના નામ પાછા ખેંચી લીધા છે. સાક્ષી મલિકના ખસી જવાને કુસ્તીબાજોના આંદોલન માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું હતું જેના બાદ ત્રણેય કુશ્તીબાજોએ નામ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, સાક્ષી મલિકે નોર્થ રેલવેમાં પોતાની નોકરીમાં ફરી જોડાઈ છે અને આંદોલનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે ત્યારબાદ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પણ આંદોલનમાંથી નામ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેઓ પણ રેલવેમાં નોકરી પર પરત ફરી ગયા છે. આ પહેલા તેમની કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક થઈ હતી. જેના બાદ નામ પાછા ખેંચી લીધા હોવાની માહિતી મળી છે.
વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક શનિવારે રાત્રે જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. જો આ મામલામાં કોઈ દોષિત સાબિત થશે તો તેને બક્ષવામાં આવશે નહીં. માનવામાં આવે છે કે સાક્ષી મલિકે ગૃહમંત્રી તરફથી આશ્વાસન મળ્યા બાદ જ આ નિર્ણય લીધો છે. હાલમાં, આંદોલનમાં તેમના સાથીદારોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સાક્ષી માલિક બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ નોકરી પર પાછા ફર્યા છે.
રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષીએ ટ્વીટ કર્યું કે, ન્યાયની લડાઈમાં કોઈ પીછેહઠ કરી નથી અને કરશે પણ નહીં. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મેહરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.
આ ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગે ટ્વિટ કર્યું કે, આંદોલન પાછું ખેંચવાના સમાચાર અફવા છે. આ સમાચાર અમારી એકતાને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. તેમણે આગળ લખ્યું કે, અમે ન તો પીછેહઠ કરી છે અને ન તો આંદોલન પાછું ખેંચ્યું છે. મહિલા રેસલર્સની એફઆઈઆર પાછી ખેંચવાના સમાચાર પણ ખોટા છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

Total Visiters :133 Total: 1378600

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *