એમપીમાં રસીનો જથ્થો ખલાસ છતાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ આપવાનું ચાલુ

Spread the love

ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો ખલાસ થઈ ગયો છે


ભોપાલ
એમપી અજબ છે, એમપી ગજબ છે. મધ્યપ્રદેશ અંગે આ ટેગલાઈન ખૂબ જ પ્રચલિત છે. ગત દિવસોમાં ભિંડમાં જે થયું તેને જોઈને આ લાઈન એકદમ યોગ્ય લાગે છે. ખરેખર ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો જ પતી ગયો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોરોના વેક્સિન આપી હોવાના સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાનું ચાલુ રખાયું.
આ ઘટનાની માહિતી જ્યારે અધિકારીઓને મળી તો હોબાળો મચી ગયો. ઉતાવળે ભિંડથી લઈને ભોપાલ સુધી દોડધામ મચી ગઇ અને તપાસનો દોર શરૂ થયો. ખાસ વાત એ છે કે આ લાપરવાહીનો ખુલાસો ત્યારે થયો જ્યારે 30મેના રોજ એક વ્યક્તિ તેનો કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ લેવા માટે જિલ્લા મુખ્યમથક પર સીએમએચઓના કાર્યાલયે પહોંચ્યો.
આ દરમિયાન જ્યારે કાર્યાલયમાં અધિકારીએ આઈડીથી લોગિન કરવાનો પ્રયાસ કર્યો તો તેમને ખબર પડી કે સોનીમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના વેક્સિનેશન વગર જ લોકોને ફેક રીતે સર્ટિફિકેટ જારી કરાઈ રહ્યા છે. જોકે સોનીના સ્વાસ્થ્ય કેન્દ્રએ ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો એક પણ ડૉઝ ઉપલબ્ધ જ નથી. એવામાં વેક્સિન વગર કોરોના વેક્સિન સર્ટિફિકેટ કઈ રીતે ઈશ્યૂ કરાઈ રહ્યા હતા.
જોકે અચરજ પમાડતી વાત એ છે કે જે લોકોને કોરોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે તે મધ્યપ્રદેશની બહારના છે. આ મામલે જાણકારી મળ્યા બાદ એક સમિતિની રચના કરાઈ હતી જે આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે કલેક્ટર ડૉ. સતીશ કુમારે કહ્યું કે જે પણ દોષિત ઠરશે તેને છોડીશું નહીં, કડક કાર્યવાહી કરીશું.

Total Visiters :115 Total: 1094436

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *