ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશે

Spread the love

ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે, 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે


નવી દિલ્હી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્ય સભાની ચૂંટણી યોજાવાની સંભાવાના છે. રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્રણેય બેઠકોની ટર્મ પૂર્ણ થવાની હોવાથી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.
રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા માટેનો અગાઉ પત્ર લખવામાં આવીને જાણ કરવાવામાં આવી હતી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં આ ચૂંટણી યોજાશે તેવી શક્યતાઓ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલ ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની હોવાથી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપ આ વર્ષે ત્રણ બેઠકો પર પોતાના ચહેરાઓ બદલી શકે છે. કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું હોવાના કારણે 3 બેઠક ફરી ભાજપના ફાળે જાય તેવી શક્યતાઓ છે. ભાજપ ત્રણેય ચહેરા બદલી શકે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી રાજ્યસભાથી ભાજપ લડાવશે. આ ઉપરાંત જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે.
આ વખતે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરાય તેવી શક્યતા નહીંવત છે. આ વખતે ભાજપ એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી કોને રિપીટ કરશે તે રસપ્રદ રહેશે. એસ. જયશંકર હાલ વિદેશમંત્રી છે. તેઓ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ છે. તેમની કામગીરીને લઇને ફરીથી તેમને રાજ્યસભા સાંસદ તરીકે રિપીટ કરાય તેવી શક્યતા છે. બીજી બાજુ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જુગલજી ઠાકોર પાસે જે પ્રકારની અપેક્ષા ભાજપે રાખી હતી તે પ્રકારની કામગીરી થઈ ન હોવાની માહિતી સામે આવી છે. ભાજપ ઉત્તર ગુજરાતમાંથી જુગલજી ઠાકોરને ડ્રોપ કરી અન્ય ચહેરો પસંદ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત દિનેશ અનાવડીયાને પણ રિપીટ કરે તેવી શક્યતા 50-50 ટકા લાગી રહી છે. આ વખતે ભાજપ દક્ષિણ ગુજરાતનમાં કોઇ નવો ચહેરો લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

Total Visiters :154 Total: 1092299

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *