દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા
નવી દિલ્હી
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ ગઈકાલે રાત્રે લખનઉ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. એસઆઈટીએ બ્રિજભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન નોંધ્યા છે.
દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા છે. જો કે આ તપાસ બાદ પોલીસ ટીમ દિલ્હી પરત ફરી હતી.
આ કેસ બ્રિજભૂષણ શરણ સિંહ માટે સતત બે રાહત લઈને આવ્યો છે. એક તરફ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે તેમની નોકરી ફરી શરૂ કરી છે, તો બીજી તરફ સગીર રેસલરએ આરોપો પાછા ખેંચી લીધા છે. શનિવારે રાત્રે જ ત્રણ આંદોલનકારી કુસ્તીબાજો ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે, સરકાર દ્વારા કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે, ત્યારબાદ જ કુસ્તીબાજોએ હડતાળ ખતમ કરીને નોકરી પર પાછા ફરવાનો નિર્ણય લીધો છે. જો કે એ વાતને કુસ્તીબાજો તદ્દન નકારી દીધી છે અને કહ્યું છે કે આંદોલન ન્યાય નહિ મળે ત્યાં સુધી શરુ જ રહેશે.
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.