પીએન્ડજીએ દેશના નવ શહેરોની શાળામાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવ્યાં

Spread the love

આ પહેલ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં કોટા, અમદાવાદ, જોધપુર, બડ્ડી, ઉદયપુર, ભોપાલ, ચેન્નાઈ, રાયપુર અને પોંડિચેરીમાં અમલ મૂકાઈ

મુંબઈ

વિશ્વ પર્યાવરણ દિવસ પર વ્હિસ્પર અને વિક્સ જેવી બ્રાન્ડ્સની ઉત્પાદક પીએન્ડજી ઈન્ડિયા દ્વારા દેશના પાણીની ખેંચ ધરાવતા પ્રદેશમાં તેના જળ સંવર્ધન પ્રયાસોના ભાગરૂપે કંપનીએ નવ શહેરોમાં પીએન્ડજી શિક્ષા દ્વારા ટેકો આપવામાં આવે છે તે શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ (આરડબ્લ્યુએચ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવ્યાં છે. આ પહેલ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં કોટા, અમદાવાદ, જોધપુર, બડ્ડી, ઉદયપુર, ભોપાલ, ચેન્નાઈ, રાયપુર અને પોંડિચેરીમાં અમલ કરાઈ છે.

આ સાથે રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ એકત્રિત રીતે વાર્ષિક આશરે 10 લાખ લિટર પાણીનું સંવર્ધન કરવામાં મદદરૂપ થશે, શાળાઓ દ્વારા પીવા સિવાયના હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને આ પહેલનું લક્ષ્ય આ શાળાઓ દ્વારા મહાપાલિકાના પાણી પુરવઠા પર નિર્ભરતા અને તેનો ઉપયોગ ઘટાડવાનું છે અને ભૂજળને રિચાર્જ કરવામાં મદદરૂપ થવાનું છે. ઉપરાંત શાળાઓમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પહોંચને લીધે ઓછા વિશેષાધિકાર ધરાવતા વિસ્તારોમાં પણ યુવા પેઢીમાં યુવા ઉંમરે સક્ષમ વ્યવહારો માટે મૂળભૂત સમજદારી અને જરૂરતોની કેળવણી થશે. આ પહેલ સક્ષમ વ્યવહારો અને મધ્યસ્થી થકી જળ હકારાત્મક ભવિષ્ય નિર્માણ કરવામાં યોગદાન આપવાના પીએન્ડજી ઈન્ડિયાના પ્રયાસની રેખામાં છે.

પીએન્ડજી શિક્ષા પીએન્ડજી ઈન્ડિયાનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ છે અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ પહેલ થકી કંપનીનું લક્ષ્ય વહેલી ઉંમરથી જ ભાવિ પેઢીમાં સક્ષમ વ્યવહારોની કેળવણી થઈને શિક્ષણ અને સક્ષમતાને જોડવાનું છે. પીએન્ડજી ઈન્ડિયાના ખરીદીઓ અને પર્યાવરણીય સક્ષમતાના પ્રમુખ પવન વર્માએ જણાવ્યું હતું કે, પીએન્ડજીમાં અમે જળ સંવર્ધનનું મહત્ત્વ ઓળખ્યું છે અને સક્ષમ વિકાસ માટે આ મજબૂત પરિણામ છે. અમે આ માટે દુનિયાના અમુક સૌથી મોટા વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે મદદરૂપ થવા પરિવર્તનકારી ભાગીદારીઓ નિર્માણ કરવાની એક રીત પર કામ કરવા માગીએ છીએ, જ્યાં અમે મોટો ફરક લાવી શકીએ.

Total Visiters :364 Total: 851975

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *