ભાગેડૂ સાંડેસરા બ્રધર્સ નાઈઝીરીયામાં બિઝનેસમેન બનીને જલસા કરે છે

Spread the love

આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે

નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી લગભગ 1,000 કિલોમીટર દૂર દેશના શુષ્ક ઉત્તરપૂર્વમાં 1 અબજ બેરલ તેલની શોધ બદલ નવેમ્બરમાં ઉજવણી કરી હતી. સૂત્રો અનુસાર ત્યાર બાદ અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં રાજ્યએ ભાગીદારો તરીકે એ કંપનીને પસંદ કરી છે જેની સ્થાપના ભારતના બે ભાઈઓ દ્વારા કરવામાં આવી છે. કે જેમણે આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે. આ બંને ભાઈઓ પર દેશના સૌથી મોટા આર્થિક કૌભાંડો આચરવાનો આરોપ લાગેલો છે.

સૂત્રોના આધારે આ પ્રોજેક્ટમાં કુવાઓ ડ્રીલ કરવા માટે ભારતમાંથી  ભાગેડુ ભાઈઓની માલિકીની પેઢીની પસંદગી એ સાબિતી છે કે કેવી રીતે નાઇજીરીયાએ ભાઈઓને ત્યાં આશરો પૂરું પાડ્યો છે. ભારત સરકારે બંને પર જાહેર બેંકો સાથે $1.7 બિલિયનથી વધુની છેતરપિંડી કરીને ફરાર થવાનો આરોપ મૂક્યો છે. આ બાજુ નાઈજીરિયાએ તેમના પ્રત્યાર્પણની ભારતની વિનંતીને નકારી કાઢી છે.

સાંડેસરા ભાઈઓનું નામ ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલું છે કે, જેમણે 2017માં ભારત છોડી દીધું, તેઓ તેમના ધિરાણકર્તાઓની સાથે છેતરપીંડીની વાત નકારી રહ્યા છે અને કહે છે કે, તેઓ રાજકીય સતામણીનો ભોગ બન્યા છે. લગભગ 20 વર્ષ પહેલાં નાઇજિરિયન તેલ ઉદ્યોગમાં સાહસ કર્યા પછી જ્યારે તેઓએ ડેલ્ટામાં બે ઓનશોર લાયસન્સ મેળવાયા હતા, ત્યારે ભાઈઓએ  ભારતમાં સમસ્યાઓનો સામનો કર્યો હતો. 

ભારતના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અથવા દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈના જણાવ્યા અનુસાર, તેઓએ નાઇજિરિયન નાગરિકતા માટે અરજી પણ કરી હતી. તેઓ સફળ થયા કે કેમ તે સ્પષ્ટ નથી. ભાઈઓના વકીલ અને નાઈજિરિયન સત્તાવાળાઓએ આ બાબતે પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

આ બંને ભાઈઓ ભારત દ્વારા છેતરપિંડીના આરોપો અને બિનજામીનપાત્ર વોરંટ સામે લડી રહ્યા છે, ત્યારે સાંડેસરાના વ્યવસાયો નાઈજીરિયામાં જોરદાર રીતે ચાલી રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, આફ્રિકન રાષ્ટ્રે ચાર વર્ષ પહેલાં તેમની ધરપકડ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય આરોપો રાજકીય પ્રકૃતિના હોવાનું જણાય છે.

Total Visiters :135 Total: 1093214

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *