ખેલાડીનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે તો ક્યારેક તે સારા અલી ખાનને ડેટ કરતો જોવા મળે છે
લંડન
આઈપીએલ 2023માં ઓરેન્જ કેપ જીતનાર શુભમન ગિલનું ફોર્મ ચર્ચામાં છે, તેની સાથે જ તેની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં હોય છે. તેની પાછળનું કારણ તેની લવ લાઈફ છે, કારણ કે ક્યારેક તેનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે તો ક્યારેક તે સારા અલી ખાનને ડેટ કરતો જોવા મળે છે. જો કે બંનેએ શુભમન ગિલને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. આ દરમિયાન હવે શુભમનની બીજી રોમેન્ટિક ડેટ સામે આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે ‘સ્પાઈડરમેન: એક્રોસ સ્પાઈડર-વર્સ’ના ભારતીય સંસ્કરણને પોતાનો અવાજ આપ્યો છે. તે ‘સ્પાઈડરમેન’ના પ્રમોશન દરમિયાન સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર નિહારિકા એનએમ સાથે ‘રોમેન્ટિક’ ડેટ પર ગયો હતો. નિહારિકાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આનો વીડિયો શેર કર્યો છે અને તેનું ટાઈટલ આપ્યું છે ‘અક્વર્ડ ફર્સ્ટ ડેટ ફીટ. શુભમન ગિલ’. આ ક્લિપમાં ગિલ અને નિહારિકા એકબીજા સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે, પરંતુ પછી આ ડેટ મસ્તી-મજાકમાં ફેરવાઈ જાય છે.
શુભમન ગિલ હાલમાં ડબલ્યુટીસી 2023ની ફાઈનલ માટે લંડનમાં છે, જ્યાં તેને 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે ટાઈટલ મેચ રમવાની છે. અગાઉ તે આઈપીએલ 2023માં જોવા મળ્યો હતો અને તેણે ગુજરાત ટાઇટન્સ માટે 890 રન બનાવ્યા હતા. તે આઈપીએલના ઈતિહાસમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. જો કે ફાઈનલ મેચમાં ગુજરાતની ટીમને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલના પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ખુબ વધ્યો છે, તેણે પોતે પણ આ વાત સ્વીકારી છે.