ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે, તપાસ એજન્સીઓએ ટ્રમ્પ વિરુદ્ધ સાત અપરાધિક કેસ નોંધ્યા
વોશિંગ્ટન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે. તપાસ એજન્સીઓએ ટ્રમ્પ વિરુદ્ધ સાત અપરાધિક કેસ નોંધ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે તેમને મિયામી ફેડરલ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા પછી, નેશનલ આર્કાઇવ્ઝે માંગ કરી હતી કે તેઓ અને તેમની ટીમ રાષ્ટ્રપતિના રેકોર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો પરત કરે. કેટલાક મહિનાઓ પછી લગભગ 200 દસ્તાવેજો પરત કરવામાં આવ્યા હતા. એફબીઆઈએ ઓગસ્ટ 2022માં ટ્રમ્પના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એફબીઆઈએ 100 થી વધુ ગોપનીય દસ્તાવેજો રિકવર કર્યા હતા. ટ્રમ્પ સામેના આરોપોમાં એક ષડયંત્રનો આરોપ પણ સામેલ છે.
નવા કેસ નોંધાયા બાદ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું છે કે ‘તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાથે આવી ઘટનાઓ ક્યારેય બનશે! આ તે વ્યક્તિ સાથે થઈ રહ્યું છે જેણે અત્યાર સુધીના તમામ પ્રમુખોમાં સૌથી વધુ મત મેળવ્યા છે અને હજુ પણ વર્તમાન પ્રમુખ કરતાં વધુ લોકપ્રિય છે. હું નિર્દોષ છું.’
ટ્રમ્પે કહ્યું કે ‘આ અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ છે. એક દેશ તરીકે આપણે નચા ઉતરી રહ્યા છીએ, પરંતુ સાથે મળીને આપણે અમેરિકાને ફરી મહાન બનાવીશું.’ ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ દાવેદાર છે. જો કે ભૂતકાળમાં યૌન શોષણના એક કેસમાં તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે તે ગોપનીય દસ્તાવેજોને લગતા કેસમાં પણ ફસાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો
Total Visiters :126 Total: 1361867