લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી સામેની કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ

Spread the love

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું


નવી દિલ્હી
કેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે, લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી છે. કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ ગઈકાલે કહ્યું કે, કેનેડાની સરકારે હાલ માટે 700 ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે. બનાવટી દસ્તાવેજોના કારણે લગભગ 700 વિદ્યાર્થીઓને દેશનિકાલની ધમકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સાહનીએ કહ્યું, અમે તેમને પત્ર લખીને સમજાવ્યું કે આ વિદ્યાર્થીઓએ કોઈ છેતરપિંડી કરી નથી. તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે કારણ કે કેટલાક અનધિકૃત એજન્ટોએ તેમને નકલી પ્રવેશ પત્રો અને ચુકવણીની રસીદો આપી છે. વિઝા અરજીઓ ચકાસણી વગર કરવામાં આવી હતી. જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા તો ઈમિગ્રેશને પણ તેમને આવવા દીધા હતા. આ રીતે અમારા પ્રયત્નો અને ભારતીય હાયકમાન્ડના હસ્તાક્ષેપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Total Visiters :168 Total: 1361908

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *