વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં નવ ટીમ વચ્ચે 27 સિરિઝ રમાશે

Spread the love

આ શ્રેણી એશિઝ સિરીઝની મેચથી શરૂ થશે અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે


દુબઈ
ઈન્ડિયન ટીમને સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2019માં શરૂ થયેલી આ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયન ટીમ કન્સીસ્ટન્ટ રહી છે પરંતુ સતત મેચ હારતી આવી છે. બંને સાયકલમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. હવે ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી સાયકલની શરૂઆત પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. 16 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પહેલી મેચ રમાશે. આ એશિઝ સિરીઝની મેચથી શરૂ થશે અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાયકલમાં 9 ટીમો વચ્ચે 27 સિરીઝ રમાશે જેમાં 68 મેચ હશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય કરશે જે લોર્ડ્સમાં રમાશે. આ દરમિયાન દરેક ટીમ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝ રમશે, જેમાંથી 3 ઘરે અને 3 બહાર એમ રમાશે. દરેક સિરીઝમાં બેથી પાંચ ટેસ્ટ મેચ હશે. આ દરમિયાન દરેક ટીમે 12થી 21 મેચ રમવાની હશે. ઇંગ્લેન્ડને 21 મેચ મળશે જ્યારે સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશને 12-12 મેચ રમવાની છે.
આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ 19 મેચ રમશે. આની શરૂઆત આગામી મહિનાથી વેસ્ટ ઈન્ડિઝમાં થશે. 12 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જેમાં 9 ટીમોએ આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ હવે પાકિસ્તાન સિવાય આ વખતે શ્રીલંકા સામે નહીં રમે. વિદેશ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જશે. જ્યારે ઘરઆંગણે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે.
ડબલ્યુટીસી 2023-25માં ટીમ ઈન્ડિયાનું સંભવિત શેડ્યૂલ
• વેસ્ટ ઈન્ડિઝ vs ઈન્ડિયાઃ 2 ટેસ્ટ- જુલાઈ/ઓગસ્ટ 2023
• 12-16 જુલાઈઃ પહેલી ટેસ્ટ- વિંડસર પાર્ક, રોસો, ડોમિનિકા
• 20-24 જુલાઈઃ બીજી ટેસ્ટઃ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ
• દક્ષિણ આફ્રિકા vs ઈન્ડિયાઃ 2 ટેસ્ટ મેચ ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024
• ઇંગ્લેન્ડ vs ઈન્ડિયાઃ 2 ટેસ્ટ, સપ્ટેમ્બર/ઓક્ટોબર 2024
• ન્યૂઝિલેન્ડ vs ઈન્ડિયાઃ ઓક્ટોબર/નવેમ્બર 2024
• ઓસ્ટ્રેલિયા vs ઈન્ડિયાઃ 5 ટેસ્ટ મેચ, નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025

Total Visiters :140 Total: 851872

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *