પશ્ચિમ બંગાળની આ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ છે અને અહીં તેના પતિ સાથે રહેતી હતી
બેંગલુરુ
બેંગલુરુમાં ચકચાર કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રીએ જ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ તેની માતાની હત્યા કરી અને માતાના મૃતદેહને સૂટકેસમાં રાખીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પોતાની માતાની હત્યા કરી હોવાનું કહીને આત્મસમર્પણ કર્યું હતું. આ ઘટના શહેરના માઈકો લેઆઉટ પોલીસ સ્ટેશન હદની છે. સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ એક 35 વર્ષની મહિલા બ્લુ સૂટકેસ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. પશ્ચિમ બંગાળની આ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ છે અને અહીં તેના પતિ સાથે રહેતી હતી. તેનો તેની માતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. આવી સ્થિતિમાં તેણે તેની માતાને ઊંઘની દવા આપીને મારી નાખી હતી.