દાદર પરથી પડી જતાં પાર્ક સૂને ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં ભારે પ્રયાસ છતાં તેને બચાવી ન શકાઈ
પ્યોંગયાંગ
પ્રખ્યાત કોરિયન અભિનેત્રી પાર્ક સૂ રયૂનનું નિધન થયું છે. તેના નિધનને કારણે કોરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ચાહકોને મોટો ધક્કો લાગ્યો છે. 29 વર્ષની પાર્ક સૂ 11મી જૂનના રોજ ઘરે જઇ રહી હતી ત્યારે તે દાદર પરથી પડી ગઇ હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે અથાગ મહેનત બાદ પણ તબીબો તેને બચાવી શક્યા નહતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર દાદર પરથી પડી જતાં પાર્ક સૂને ગંભીર ઇજાઓ થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ પાર્ક સૂ રયૂનને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતાં. પણ તેમને યશ મળી શક્યું નહતું. ફરજ બરના તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરી હતી. આજે 13મી જૂનના રોજ તેના અંતિમ સંસ્કાર થવાના છે. અભિનેત્રીના નિધન બાદ તેના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે.
એક મીડીયા રિપોર્ટ અનુસાર તેની માતાનું કહેવું છે કે તેમની દિકરીનું હૃદય હજી ધબધબી રહ્યું છે. વિશ્વમાં લોકોને અવયવોની જરુર છે. જેને સૌથી વધુ જરુર હશે તેવી વ્યક્તીને દાન કરશું. તેના મા-બાપ હોવાના નાતે પોતાની દિકરીનું હૃદય કોઇકના શરિરમાં ધબધબી રહ્યું છે એનો વિચાર કરી અમને સમાધાન અને આનંદ થશે. એમ પણ તેમણે કહ્યું હતું.
પાર્ક સૂ રયૂને 2018માં ઇલે ટેનોરમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણે ધ ડેજ વુઇ લવ અને સિદ્ધાર્થ આ મ્યુઝિક વિડીયોમાં પણ તે દેખાઇ હતી. તે સ્નોડ્રોપ નામના એતિહાસિક નાટક માટે ખૂબ જાણીતી છે. પાર્ક સૂ ના અચાનક મૃત્યુને કારણે તેના પરિવાર અને ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.