બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે; જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

Spread the love
  • ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે હોમ લોન્સ માટેની એની અવધિને 30 વર્ષથી વધારીને અધિકતમ અવધિ 40 વર્ષ કરી છે
  • ઇન્ડસ્ટ્રીમાં આ નિમ્નતમ ઈએમઆઈ રૂા.733/લાખ પ્રસ્તાવિત કરે છે, જે ગ્રાહકોની સુવિધામાં વધારો કરે છે

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, જે બજાજ ફાઈનાન્સની સબ્‌સિડરી છે અને ભારતના અગ્રણી તથા ડાયવર્સિફાઇડ નાણાકીય સેવા સમૂહો બજાજ ફિનસર્વનો હિસ્સો છે, એણે આજે જણાવ્યું કે નવું ઘર ખરીદનારા જે પગારદાર અરજીકર્તાઓ છે એમના માટે એણે હોમ લોનની અવધિને ૩૦ વર્ષથી વધારીને અધિકતમ 40 વર્ષની કરી છે.

ઇન્ડસ્ટ્રીમાં આ સૌપ્રથમ પગલું છે જેનાથી ઘર ખરીદનારાઓ એમના માટે અતિ સુવિધાજનક એવી અનુકૂળ પુન:ચુકવણી અવધિ મેળવી શકે છે. અવધિમાં ફેરફારની સાથે, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ નિમ્નતમમાંથી એક એવા ફક્ત રૂા.733/લાખ*થી શરૂ થતા ઈએમઆઈની સાથે, હવે બજારમાં અતિ સ્પર્ધાત્મક હોમ લોન્સમાંની એક છે. આ પગલાની સાથે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનું ધ્યાન ગ્રાહકને કેન્દ્રમાં રાખવા પર લક્ષિત છે અને સરળ તથા સુવિધાજનક રીતે હોમ ફાઈનાન્સ મેળવવા માટે લાખો લોકોને સક્ષમ બનાવે છે.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સની આ સુધારિત અવધિની મર્યાદા અરજીના સમયે અરજીકર્તાની ઉંમરને અધિન છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સની સાથે ઉંમર માટેના યોગ્યતાપાત્ર માપદંડ છે 23થી 75 વર્ષ – લોનની પરિપક્વતાના સમયે ઉંમરની ઉપલી મર્યાદા તરીકે 75 વર્ષની સાથે.

પગારદાર વ્યક્તિઓ અને પ્રોફેશનલ્સ માટે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સની શરૂઆત થાય છે માત્ર 8.50%* પ્રતિ વર્ષથી – જેમાં આશાસ્પદ લોન લેનારા લોકો એમના વ્યાજ દરને એક્સ્ટર્નલ બેન્ચમાર્ક એટલે કે રેપો રેટની સાથે લિંક કરવાના વિકલ્પનો ફાયદો પણ માણી શકે છે. રસ ધરાવતા અરજીકર્તાઓ ઑનલાઇન અથવા તો લોન આપનારની કોઈપણ શાખામાં આવીને અરજી કરી શકે છે. અથવા તો, તેઓ 020 6910 5935 પર કૉલ કરી શકે છે.

Total Visiters :532 Total: 1361918

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *