જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેશ મિત્તલ કુમારને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
નવી દિલ્હી
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) એ ૪ જુલાઈના રોજ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઇ) ની ચૂંટણીઓ યોજવાનું આયોજન કર્યું છે.
સાથે જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેશ મિત્તલ કુમારને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. ડબલ્યૂએફઆઇની સ્પેશિયલ જનરલ મીટિંગમાં ચૂંટણી યોજાશે.
જસ્ટિસ મિત્તલ કુમારને લખેલા પત્રમાં આઇઓએએ કહ્યું હતું કે “આઇઓએ એ ડબલ્યૂએફઆઇની એક્ઝિક્યૂટિવ કાઉન્સિલની ચૂંટણીઓ કરાવવા માટે પગલાં લેવા પડશે અને ડબલ્યુએફઆઇની ચૂંટણીઓ માટે તમને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં અમને આનંદ થાય છે. ચૂંટણીના સંચાલનમાં તમને મદદ કરવા માટે તમે મદદનીશ રિટર્નિંગ ઓફિસર અને અન્ય સ્ટાફની નિમણૂક પર વિચારી શકો છો
પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીઓ ડબલ્યૂએફઆઇની વિશેષ સામાન્ય સભામાં થઇ શકે છે જે ૪ જુલાઈએ બોલાવવામાં આવી છે અને તે મુજબ ચૂંટણીનું શિડ્યૂલ તૈયાર કરવું પડશે.
અમે પોસ્ટની સ્વીકૃતિ અને ૪ જુલાઈના રોજ ડબ્લ્યુએફઆઈની ચૂંટણીઓ યોજવાની તમારી પુષ્ટીની રાહ જોઈ રહ્યા છીએ.