જિયોસિનેમાએ ભારતના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ 2023થી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો

Spread the love

રેકોર્ડતોડ ટાટા આઈપીએલ 2023ના સથવારે, જિયોસિનેમા હવે કેરેબિયન ખાતેથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના ઓલ-ફોર્મેટ ક્રિકેટ મુકાબલાની ચાહકોને પ્રસ્તુતિ કરશે

પહેલીવાર, કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું સાત ભાષાઓમાં પ્રસારણ થશે

મુંબઈ

જિયોસિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ 2023ના ડિજિટલ રાઈટ્સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે તથા પાંચ ટી20 સહિત એક મહિના સુધી ચાલનારી શ્રેણીનું લાઈવ-સ્ટ્રીમિંગ કરાશે.

તમામ-ફોર્મેટના દ્વિપક્ષીય પ્રવાસનો આરંભ 12 જુલાઈએ ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચથી થશે અને ત્યારબાદ ટ્રિનિદાદ ખાતે બીજી મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણીની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25 સાઈકલમાં ભારતની સફરનો આરંભ પણ થશે. ત્યારબાદ 27 જુલાઈથી 3-મેચની વન-ડે સિરિઝ શરુ થશે જે બાર્બાડોસ અને ટ્રિનિદાદ ખાતે રમાશે. પાંચ-મેચનો ટી20 મુકાબલો 3 ઓગસ્ટે ટ્રિનિદાદથી શરૂ થશે અને ત્યારબાદ તે શ્રેણીની બે મેચ ગયાનામાં અને છેલ્લી બે મેચ ફ્લોરિડા, યુએસએમાં રમાશે.

દર્શકોને આ પહેલીવાર લિમિટેડ ઓવર્સના મુકાબલા અંગ્રેજી, હિન્દી, ભોજપૂરી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડમાં જોવા મળશે. સાત ભાષામાં કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ થતું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

“જિયોસિનેમાએ સીમલેસ સ્ટ્રીમિંગ અનુભૂતિ પ્રસ્તુત કરતાં તેના પરિણામે અગાઉ કદી સાંભળ્યા ન હોય તેવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અમે આ રમતની ડિજિટલી શ્રેષ્ઠ અનુભૂતિની કટિબદ્ધતા માટે ટેકનોલોજીકલ ક્ષમતાઓના સીમાડાઓને ઓળંગી લીધા છે,” એમ વાયકોમ18 – સ્પોર્ટ્સ હેડ ઓફ સ્ટ્રેટેજી, પાર્ટનરશીપ એન્ડ એક્વિઝિશન્સ હર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 2023ની સાથે, અમે આગળ વધીને અમારા દર્શકોને એક વિશ્વ-સ્તરીય પ્રસ્તુતિ પૂરી પાડીશું.”

કાર્યક્રમ

Total Visiters :348 Total: 1092473

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *