ફ્લેવર અને ચાર્મનું મિલન: એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સે રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી

Spread the love

મુંબઈ

વોલ્કો ફૂડ કંપની પ્રાઈવેટ લિમિટેડનો ભાગ એવી એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઈસ્ક્રીમ્સ (NIC) રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરતાં ગર્વ અનુભવે છે. રશ્મિકાના અદ્ભુત કરિશ્મા અને શ્રેષ્ઠતા માટે એનઆઈસીની અતૂટ પ્રતિબદ્ધતાના ઉત્કૃષ્ટ તાલમેલ સાથે આ સહયોગ એક એન્ડોર્સમેન્ટથી આગળ વધીને એક અનન્ય અનુભવને સ્વીકારે છે. એનઆઈસી સાથે રશ્મિકાનું જોડાણ દેશભરમાં આઈસ્ક્રીમપ્રેમીઓના દિલમાં તેની હાજરીને વધારવા માટે તૈયાર છે.

એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સ સમગ્ર ભારતમાં 110થી વધુ શહેરોમાં ફેલાયેલ 1000+ સ્થાનો પર 60થી વધુ સ્વાદભરી ફ્લેવર આપે છે. તેઓ નવીનતા માટે પ્રતિબદ્ધ છે અને એક્સોટિક બ્લેન્ડ્સથી લઈને રિફ્રેશિંગ ફ્રૂટ સિલેક્શન્સ સુધીની વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ ઓફર કરે છે. વધુમાં તમામ આઈસ્ક્રીમ શુદ્ધ દૂધ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ, કલર્સ કે પ્રિઝર્વેટિવ્સથી મુક્ત એક્સક્લુઝિવલી મેળવાયેલા શુદ્ધ ઘટકોથી બનાવવામાં આવે છે. તેમના અતૂટ ધોરણો સુનિશ્ચિત કરે છે કે દરેક સ્કૂપ આરોગ્યપ્રદ હોય અને સ્વાદિષ્ટ પણ હોય.

પોતાના મંતવ્યો રજૂ કરતાં વોલ્કો ફૂડ કંપની પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સંજીવ શાહે જણાવ્યું હતું કે, “રશ્મિકા મંદાન્ના એનઆઈસીની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમારી સાથે જોડાયાનો અમને ગર્વ છે. તેનું આકર્ષણ અને અપીલ તેને અમારા બ્રાન્ડ મૂલ્યોનો આદર્શ અવતાર બનાવે છે. આ ભાગીદારી અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે વિશાળ પ્રેક્ષકવર્ગની વૈવિધ્યસભર રૂચિઓ અને પસંદગીઓને પૂરી કરવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. સાથે મળીને અમે શુદ્ધ આનંદની ક્ષણો બનાવવા અને પરફેક્ટ આઈસ્ક્રીમ ટ્રીટમાં ડૂબવાનો આનંદ વહેંચવા માટે એક રોમાંચક સફર શરૂ કરીએ છીએ.”

ભારતીય અભિનેત્રી અને એનઆઈસી આઇસક્રીમ્સની બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંદાન્નાએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું એનઆઈસી આઇસક્રીમ્સ સાથે જોડાઈને ઉત્સાહિત છું. શુદ્ધ ઘટકો અને ઓનેસ્ટ ફ્લેવર્સ માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતા મારા અંગત મૂલ્યોને ઊંડેથી વ્યક્ત કરે છે. બીજા અનેક લોકોની જેમ, મારો આઈસ્ક્રીમ પ્રત્યેનો પ્રેમ નાની ઉંમરે શરૂ થયો હતો. હું એનઆઈસી સાથેના આ જોડાણની આતુરતાથી રાહ જોઉં છું અને આ આઈસ્ક્રીમનો આનંદ દરેક સાથે શેર કરું છું.”

એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સ એક આહલાદક રેન્જ ઓફર કરે છે જેમાં રત્નાગીરી આફૂસ કેરી, ટેન્ડર કોકોનટ, ચંકી સીતાફળ જેવા ફ્રેશ ફ્રૂટ ફ્લેવર્સ સાથે મેડિટેરેનિયન સી સોલ્ટ કેરામેલ અને સ્મૂધ એન્ડ ક્રીમી બેલ્જિયન ચોકલેટ જેવી મનભાવક ફ્લેવર્સ તથા ગુલાબ જામુન, ગાજર હલવા, શીર ખુરમા તથા મોતીચૂર લડ્ડુ આઈસક્રીમ જેવી અસ્સલ ભારતીય વ્યંજનોથી પ્રેરિત વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ આઈસક્રીમની રેન્જનો સમાવેશ થાય છે.

Total Visiters :661 Total: 1378380

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *