હૈદ્રાબાદમાં પ્રભાસના લૂક પર ટિપ્પણી કરવા પર દર્શકો વચ્ચે ઘર્ષણ

Spread the love

પ્લે સ્ટેશન રમતોમાંથી બધા રાક્ષસોને બહાર કાઢીને અહીં સેટ કરવામાં આવ્યા હોવાનો દર્શકોનો ફિલ્મ જોયા બાદ અભિપ્રાય, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ


હૈદ્રાબાદ
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સવારે રિલીઝ થઈ. ફિલ્મમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે થિયેટરોમાં લોકોની ભીડ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ પણ આવી રહ્યા છે. કેટલાક યુજર્સે ફિલ્મને ખૂબ સારી બતાવી છે તો કેટલાક લોકો ફિલ્મને ઠીકઠાક કહી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો ફિલ્મને સારી કહી રહ્યા છે.
વીએફએક્સ પર આદિપુરુષને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હૈદરાબાદમાં એક થિયેટરની બહાર મીડિયા સાથે વાત કરતા દર્શકોએ કહ્યું હતું કે, પ્લે સ્ટેશન રમતોમાંથી બધા રાક્ષસોને બહાર કાઢીને અહીં સેટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં પ્રભાસ વિશે પુછતા દર્શકોએ કહ્યું કે તે આ રોલમાં બરોબર જામતો નથી. તેમણે વધુમાં કહ્યુ કે, બાહુબલીમાં તેનો જાજરમાન દેખાવ જોવા મળ્યો હતો. અને તેના કારણે તેમને આ ફિલ્મ આપવામાં આવી હતી. પરંતુ ઓમ રાઉતે તેને સારી રીતે બતાવ્યો નથી. આટલુ કહેતાની સાથે જ પાસે ઉભેલા બીજા દર્શકો પર ટુટી પડ્યા હતા અને તેમની મારપીટ કરવામાં આવી હતી.
ટ્રેડ એનાલિસ્ટ મનોબલા વિજયબાલને આદિપુરુષની 130 થી 150 કરોડ રુપિયાની ગ્લોબલ ઓપનિંગની ભવિષ્યવાણી કરી હતી. તેમાથી 25 કરોડ હિન્દી માર્કેટમાથી, 60 કરોડ બન્ને તેલુગુ ભાષાના રાજ્યો અને બાકીના ઓવસીસ માર્કેટમાંથી આવવાની સંભાવના જોવા મળી રહી છે. જો કે પ્રભાસની બાહુબલી 2 ના પહેલા દિવસથી દુનિયાભરમાં 200 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી હતી.
સામાન્ય રીતે મોટાભાગે લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે ત્યારે હનુમાનનાં એક સંવાદને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે રામાનંદ સાગરની રામાયણ કોઈપણ જાતની ટેકનોલોજીની મદદ વગર વર્ષો પહેલા બનાવવામાં આવી છે, છતા પણ તે આદિપુરુષથી સુંદર છે.
સોશિયલ મીડિયા પર લોકો આદિપુરુષ અને પ્રભાસની એક્ટિંગને ખૂબ જ સુંદર બતાવી રહ્યા છે. તો આ બાજુ રાવણનું પાત્ર ભજવનાર સૈફ અલી ખાનના લુકથી કેટલાક લોકો નારાજગી દર્શાવી રહ્યા છે. એક યુજર્સ ફોટો શેર કરતાં ટ્વીટર પર લખ્યુ છે કે 10 માથાવાળા રાવણને જોતા લાગી રહ્યું છે કે વીએફએક્સની ટીમે ફિલ્મ મેકર્સે કરોડો રુપિયા ઠગી લીધા છે.

Total Visiters :145 Total: 708913

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *