એસટી ડેપો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક જબ્બે

Spread the love

પકડાયેલા આર્મ્સ એક્ટ કલમ ૨૫-બી તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી


જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં એસ.ટી. ડેપો પાસેથી ગઈકાલે જામનગરના એક શખ્સ ને પોલીસે અટકાવ્યો હતો, અને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (કટ્ટો) કબજે કરી છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર મંગલમ એપાર્ટમેંન્ટમાં રહેતો પ્રેમ ઉર્ફે રામલો કિશોરભાઈ સોમૈયા નામનો શખ્સ કે જે ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.
જામજોધપુર પોલીસે તેની તલાસી લેતાં તેના કબજા માંથી દેશી હાથ બનાવટની રિવોલ્વર (કટ્ટો) મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઇ જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયો હતો.
ત્યાં તેની સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫-બી તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ કાર્યવાહી જામજોધપુરના પોલીસી ઇન્સ્પેક્ટર સી.એચ. પનારા તેમજ સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા, સંજયભાઈ કરંગીયા તથા અશોકભાઈ ગાગીયા વગેરે એ કરી હતી.

Total Visiters :93 Total: 711183

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *