યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસમાં યુવતીના પરિવારે ગુનો કબૂલી લીધો
ભોપાલ
મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 18 વર્ષની યુવતી અને તેના 21 વર્ષીય પ્રેમીની શંકાસ્પદ કેસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ ઘટનામાં કપલના મૃતદેહને ભારે પથ્થરો સાથે બાંધીને મગરથી ભરેલી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના રતનબસાઈ ગામની છે, જ્યાં શિવાની તોમરને મોરેના જિલ્લાના બાલુપુરા ગામના રાધેશ્યામ તોમર સાથે પ્રેમ હતો. યુવતીના પરિવારને તેમના સંબંધો સામે વાંધો હતો.
યુવકના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની ફરિયાદમાં, વ્યક્તિના પિતાએ આરોપ મૂક્યો હતો કે તેમને શંકા છે કે તેમના પુત્ર અને યુવતીની હત્યા કરવામાં આવી છે કારણ કે તેઓ ઘણા દિવસોથી ગુમ હતા.
આ કેસમાં પોલીસને શરૂઆતમાં શંકા હતી કે બંને ગામ છોડીને ભાગી ગયા છે પરંતૂ પોલીસના જણાવ્યા અનુસાર ગામમાં કોઈએ બંનેને ગામની બહાર જતા જોયા ન હતા.
આ બાદમાં પોલીસે યુવતીના પિતા અને પરિવારના લોકોને બોલાવીને પૂછપરછ કરી હતી, જેના આધારે તેઓએ ગુનો કબૂલી લીધો હતો. મહિલાના સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે, 3 જૂને શિવાની અને રાધેશ્યામની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને ભારે પથ્થરોથી બાંધીને ચંબલ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ કહ્યું, “અમે છોકરીના પરિવારના સભ્યોની પૂછપરછ કરી, જે દરમિયાન તેઓએ ગુનો કબૂલ કર્યો. છોકરીના પરિવારે અમને જણાવ્યું કે, દંપતીની હત્યા કરીને તેમના મૃતદેહને ચંબલ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. શવને નદીમાંથી નીકાળવા માટે અમે બચાવદળની મદદ લીધી હતી.