બલિયામાં તહેનાત એક ચીફ મેડિકલ ઓફિસર રેન્કના ડૉક્ટરને તેમના પદેથી હટાવી દેવાયા
બલિયા
ઉત્તરપ્રદેશના બલિયામાં ભીષણ ગરમી અને લૂના કેર વચ્ચે છેલ્લા 9 દિવસોમાં 103 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ સાથે 400થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાની પણ માહિતી મળી છે. જોકે અધિકારીઓએ આ મૃત્યુ થવા પાછળ અલગ અલગ કારણો જણાવ્યા હતા. જેના લીધે સવાલો ઊભા થવા લાગ્યા છે.
એક વરિષ્ઠ સરકારી ડૉક્ટર એ.કે.સિંહે કહ્યું કે પ્રથમ નજરે આ લોકોના મૃત્યુ હીટવેવ કે હીટસ્ટ્રોકને લીધે થયા તેવું નથી લાગતું કેમ કે સમાન પરિસ્થિતિનો સામનો કરનારા આજુબાજુના જિલ્લાઓમાં સમાન મૃત્યુના આંકડા જોવા મળી રહ્યા નથી. શરૂઆતના લક્ષણ મોટાભાગે છાતીમાં દુખાવાના હતા જે હીટવેવથી પ્રભાવિત કોઈપણ દર્દી માટે પ્રથમ લક્ષણ નથી.
તેમણે કહ્યું કે આ મૃત્યુ પાણીને કારણે પણ થયા હોઈ શકે છે. એ વાતની તપાસ કરાશે કે મૃત્યુનું કારણ પાણી છે કે કોઈ અન્ય. ક્લાઈમેટ વિભાગ પણ પાણીના નમૂનાની તપાસ કરવા આવશે. અગાઉ બલિયામાં તહેનાત એક ચીફ મેડિકલ ઓફિસર રેન્કના ડૉક્ટરને તેમના પદેથી હટાવી દેવાયા હતા. તેમણે ઓનરેકોર્ડ કહ્યું હતું કે અનેક મૃત્યુ હીટસ્ટ્રોકના લીધે થયા છે જે વાયરલ થયું હતું.
યુપીના સ્વાસ્થ્યમંત્રી બૃજેશ પાઠકે કહ્યું કે યોગ્ય માહિતી વિના લૂથી થયેલા મૃત્યુ અંગે નિવેદન આપવા બદલ આ અધિકારીને હટાવાયા હતા. જોકે આ મૃત્યુ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે આ મૃત્યુ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. રાજ્ય સરકારની બેદરકારીને લીધે સમગ્ર યુપીમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે લોકોને હીટવેવ વિશે ચેતવણી આપવાની જરૂર નથી. છેલ્લા 6 વર્ષોમાં યુપીમાં એક પણ જિલ્લા હોસ્પિટલ ઊભી નથી કરાઈ