વિનય પહરિયા ફાઇનાન્શિયલ અને હેલ્થકેર સેક્ટર્સમાં તેજી સાથે ઇક્વિટી રોકાણકારો માટે સંભવિત વૃદ્ધિ નિહાળે છે

Spread the love

વિનય પહરિયા, સીઆઈઓ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીમાં અમારી પાસે ગ્રોથ એટ અ રિઝનેબલ પ્રાઈઝ (GARP) પર ધ્યાન કેન્દ્રિત કરતી મજબૂત રોકાણ પ્રક્રિયા છે. અમે રિસ્ક-એડજસ્ટેડ ધોરણે લાંબા ગાળા માટે સારી કામગીરી કરવા માટે અમારી પાસે સાયન્ટિફિક સિસ્ટમ છે તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રક્રિયાના વિવિધ ભાગોમાં પુરાવા મેળવવા સંશોધન કરીએ છીએ. આ અમને નજીકના ગાળાના પર્ફોર્મન્સમાં કોઈપણ અસ્થિરતાને ઘટાડવા અને વધુ સારી રીતે સમજાવવામાં મદદ કરશે.

અમે ક્ષમતાઓની ઊંડાઈ ઉમેરવા માટે ઈન્વેસ્ટમેન્ટ ટીમના વધુ સંસાધનો અને માર્ગદર્શક સભ્યો ઉમેરવાનું વિચારી રહ્યા છીએ. અમે સાયન્ટિફિક ઈન્વેસ્ટમેન્ટ  અભિગમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, તેથી અમને અમારા રોકાણ વિચારો પર વધુ ઊંડા અને બારીક સંશોધનની જરૂર છે. અમે ઇન-હાઉસ, મજબૂત ઈન્વેસ્ટમેન્ટ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ. આથી, અમે અમારી ઈન્વેસ્ટમેન્ટ ટીમને વિસ્તારવાનો ઇરાદો ધરાવીએ છીએ.

બજારો સામાન્ય રીતે ટૂંકા ગાળામાં ખૂબ જ કાર્યક્ષમ હોય છે (1 એક વર્ષથી ઓછા ગાળામાં). જો કે, નોંધપાત્ર બિનકાર્યક્ષમતા લાંબા ગાળામાં રહે છે. તેથી લાંબા ગાળાના રોકાણની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો જ લાંબા ગાળાની ક્ષિતિજ સાથે શ્રેષ્ઠ તકો શોધી શકે છે.

મજબૂત અને ટકાઉ કમાણી વૃદ્ધિ સાથે ઇક્વિટી પર ઊંચું વળતર (RoE) સફળ લાંબા ગાળાની ચક્રવૃદ્ધિ આવકનું રહસ્ય છે. સ્ટોકના ભાવ લાંબા ગાળા માટે તેની ફેર વેલ્યુઝને ટ્રેક કરે છે. ટૂંકા ગાળામાં, તેઓ ફેર વેલ્યુની આસપાસ વધઘટ કરે છે. આમ, રોકાણ કરવું સરળ છે પરંતુ આસાન નથી.

અમારી ઈન્વેસ્ટમેન્ટ પ્રોસેસ એ સુનિશ્ચિત કરવા માટે ગાર્ડ-રેલ સેટ કરે છે કે ફંડ તેના મેન્ડેટને વળગી રહે. તે પોર્ટફોલિયોના નિર્માણ માટે એક ગાઈડ-બુક તરીકે કામ કરે છે જે ભૂલો કરતા અટકાવવામાં મદદ કરે છે અને કામગીરી માટે અનુમાનિતતા પ્રદાન કરે છે.  

ફંડ મેનેજરની ક્ષમતા સંજોગોની સંભાવનાના આધારે નિર્ણયો લેવામાં રહેલી છે. અમારી ઈન્વેસ્ટમેન્ટ પ્રોસેસ આગાહીઓ અને રિસ્ક-રિવોર્ડ ટ્રેડ-ઓફ પર તેમની અસરનું વિશ્લેષણ કર્યા પછી આ નિર્ણયોમાં માર્ગદર્શન આપવામાં મદદ કરે છે.

બજારો તેની વર્તમાન ફેર વેલ્યુની સરખામણીએ નાના પ્રીમિયમ પર ટ્રેડિંગ કરે છે. ઉપરાંત, અપેક્ષિત આર્થિક મંદીને કારણે નજીકની મુદતની કમાણી દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. અર્થતંત્રની ગતિ ધીમી પડવાના સંભવિત કારણો આ મુજબ છે: (અ) વિકસિત બજારોમાં મંદી (બ) વ્યાજ દરમાં વધારો અને (ક) રોગચાળાના સમયગાળાથી માંગમાં ઘટાડો.

જોકે વાજબી મૂલ્યમાં મધ્યમથી લાંબા ગાળાની વૃદ્ધિ મજબૂત રહેવાની શક્યતા છે. તેથી, 3 થી 5 વર્ષના વ્યુ સાથે ઇક્વિટી રોકાણકાર માટે વર્તમાન વૃદ્ધિની સંભાવના વાજબી રહે છે.

અત્રે નીચે જણાવેલા કેટલાક સેક્ટર્સ છે જેમાં અમે તેજી જોઈ રહ્યા છીએઃ

કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીઃ અમને ડિસ્ક્રેશનરી અને ગ્રોસરી રિટેલ, ક્વિક સર્વિસ રેસ્ટોરાં અને લક્ઝરી ઉત્પાદનો બંનેમાં કામ કરતી કંપનીઓ પસંદ છે.

ફાઇનાન્શિયલ્સ: અમે મોર્ગેજીસ, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ્સ જેવા પેટા-સેગમેન્ટ્સમાં રિટેલ કન્ઝ્યુમર ફાઇનાન્સમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. કેપિટલ માર્કેટ, વેલ્થ મેનેજર્સ જેવી ઘણી અન્ય આનુષંગિક નાણાંકીય સેવાઓ છે, જે આ ટ્રેન્ડના સંભવિત લાભાર્થી છે.

હેલ્થકેર: મોટાભાગના વિકસિત દેશોમાં જોવા મળતા ટ્રેન્ડ્સની જેમ અર્થતંત્ર વધે તેમ માથાદીઠ વધતી આવકનો મોટો હિસ્સો ગ્રાહકો દ્વારા હેલ્થકેર પર ખર્ચવામાં આવે છે. અમને આ સેક્ટરમાં હોસ્પિટલો અને CRAMS (કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસ) સ્પેસમાં ઘણી કંપનીઓ પસંદ છે.

ઉપરોક્ત ક્ષેત્રોમાં કોમન થીમ એ છે કે વપરાશી આવકમાં વધારો થતાં, ડિસ્ક્રેશનરી વસ્તુઓ પરનો ખર્ચ કુલ આવકની તુલનામાં અપ્રમાણસર વધે છે. અમે તમામ સેક્ટર્સમાં અનેક કંપનીઓમાં આ વલણ જોઈ રહ્યા છીએ.  

Total Visiters :85 Total: 828141

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *