રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું

Spread the love

આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે, સ્ટેટસ પણ જોઈ શકાશે


અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટની આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે તેમજ અરજદાર આરટીઆઈ અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.
ગુજરાત હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ, આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં e-આરટીઆઈ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર આરટીઆઈ અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે. આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર આરટીઆઈ પોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન આરટીઆઈ કરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નિયત કરેલો ચાર્ચ ઓનલાઈન ચૂકવવાનો રહેશે.
અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ 1એમબીની સાઈઝમાં અપલોડ કરવાનું રહેશે. આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે. ઓનલાઈન અરજીમાં બીપીએલ કાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ કે ટ્રુ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપશે. આ જવાબના 30 દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ મળશે.

Total Visiters :76 Total: 710790

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *