ભુલાભાઈ પાર્કમાં શાળાની છોકરીએ રોમિયોને પટ્ટાથી ફટકાર્યો

Spread the love

પોલીસે આ રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી


અમદાવાદ
શહેરમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત છે. ત્યારે શહેરમાં છેડતી કરતાં રોમિયોની સામે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ ચૂપ રહે છે જેથી આ પ્રકારના બનાવોમાં વધારો થવા પામ્યો છે. પરંતુ શહેરમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીએ રણચંડી બનીને એક છેડતી કરનારા લુખ્ખાની જાહેરમાં ધોલાઈ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરાજાહેરમાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો.વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે આવારા રોમિયોને માર માર્યો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને કબજામાં લીધો હતો.
અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થિનીની પાછળ જઈને છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ તરત જ યુવકને રોકીને માર્યો હતો. જો કે, આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ લોકોને આપવીતી જણાવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરૂ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઇ પાર્ક પાસે જ રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

Total Visiters :90 Total: 681573

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *