પત્ની સાથે અફેરની શંકાએ પતિએ મિત્રનું ગળું કાપ્યું, લોહી પી ગયો

Spread the love

આ ઘટના સમયે હાજર ત્રીજો મિત્ર દૂર ઉભો રહીને વીડિયો બનાવતો રહ્યો, વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

ચિક્કાબલ્લાપુર

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્ની સાથે અફેરના શંકામાં એક વ્યક્તિએ પોતાના મિત્ર પર ધારદાર હથિયારથી હુમલો કરી તેનું ગળુ કાપી નાખ્યુ અને ત્યારબાદ તેનું ખૂન પી ગયો. આ ઘટના સમયે હાજર ત્રીજો મિત્ર દૂર ઉભો રહીને વીડિયો બનાવતો રહ્યો. આ ઘટના 19 જૂનના રોજ બની હોવાની માહિતી મળી રહી છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ વિજય અને ઘાયલ વ્યક્તિની ઓળખ મારેશ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન વિજયે જણાવ્યું કે, તેણે મારેશ પર એટલા માટે હુમલો કર્યો કારણ કે તેને તેની પત્ની સાથે અફેર હોવાની શંકા હતી.

તેની પત્ની સાથે અફેરની શંકા જતા વિજયે મારેશને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે 19 જૂને તે તેના મિત્ર જ્હોન સાથે મળીને કોઈ બહાને મારેશને નજીકના જંગલમાં લઈ ગયો હતો. મારેશ કંઈ સમજે તે પહેલા જ વિજયે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેનું ગળું કાપી નાખ્યું અને પછી જે ખૂન નીકળ્યું તે પી ગયો હતો. 

વિજયના હુમલામાં ગંભીર રીતે ઘાયલ મારેશને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. મારેશની ફરિયાદ બાદ પોલીસે વિજયને ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. 

Total Visiters :97 Total: 710644

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *