બ્રિજભૂષણ સામેની લડાઈ માર્ગો પર નહીં કોર્ટમાં લડાશે

Spread the love

સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી કુશ્તીબાજો અટકશે નહીં

નવી દિલ્હી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ હવે કુશ્તીબાજોએ જાહેરાત કરી છે કે બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં, પરંતુ કોર્ટમાં લડવામાં આવશે.

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ રવિવારે એકસાથે ટ્વિટ કર્યું હતું કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કુશ્તીબાજો અટકશે નહીં, પરંતુ હવે લડાઈ રસ્તા પર નહીં પરંતુ કોર્ટમાં થશે. કુશ્તીબાજોએ વધુમાં જણાવ્યું હતું કે ડબલ્યુએફઆઈમાં સુધારા અંગેના વચન મુજબ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમે 11 જુલાઈની ચૂંટણીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા થાય તેની રાહ જોઈશું. ટ્વિટર પર નિવેદન પોસ્ટ કર્યાની મિનિટો પછી, વિનેશ અને સાક્ષીએ ટ્વિટ કર્યું કે તેઓ થોડા દિવસો માટે ઇન્ટરનેટ મીડિયાથી બ્રેક લઈ રહ્યા છે.

Total Visiters :72 Total: 828059

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *