સિટી ગર્લ્સે 39મી સબ જુનિયર અને 49મી જુનિયર સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2023માં મેડલ્સ જીત્યા

Spread the love

અમદાવાદ

તા.24 અને 25 જૂનના રોજ યોજાયેલી પ્રતિષ્ઠીત સેવી સ્વરાજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી 39મી સબ જુનિયર અને 49મી જુનિયર સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ 2023માં યુવા અને પ્રતિભાશાળી સ્વિમર્સે કોચ અમિત પટેલના નિપુણ માર્ગદર્શન હેઠળ અપવાદરૂપ કૌશલ્ય અને નોંધપાત્ર પર્ફોર્મન્સ દર્શાવ્યો છે. આ ટીમે કેટલાક ગોલ્ડ મેડલ્સ અને નવા મીટ રેકોર્ડઝ હાંસલ કરીને નોંધપાત્ર સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે અને એક ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવીને આ રમતના ટોચના સ્પર્ધકોમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

વેનીકા પરીખે નોંધપાત્ર દેખાવ કરીને અપવાદરૂપ કૌશલ્ય અને દ્રઢતા દાખવી છે. વેનીકાએ ગ્રુપ-1ની ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયનશીપ ટ્રોફી હાંસલ કરીને સ્વિમીંગની દુનિયામાં ઉગતા સિતારા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. વેનીકાએ વિવિધ સ્પર્ધાઓમાં અપવાદરૂપ પરિણામો હાંસલ કરીને સુવર્ણ ચંદ્રકો મેળવીને નીચે દર્શાવેલી કેટેગરીઝમાં નવા મીટ રેકોર્ડઝ સ્થાપ્યા છે.

  • 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ ગોલ્ડ મેડલ
  • 50 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર મેડલી રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર ફ્રીસ્ટાઈલ રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ

આ મહિનાની શરૂઆતમાં વેનીકાએ 3 વ્યક્તિગત ગોલ્ડ મેડલ્સ અને ફ્રી સ્ટાઈલ રિલેમાં 1 સિલ્વર મેડલ તથા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) દ્વારા આયોજીત સ્પર્ધામાં ગુજરાતને એકંદર મેડલ્સ હાંસલ કરવામાં 6ઠ્ઠુ સ્થાન અપાવ્યું છે અને 66મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2022-23માં 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

વેનીકાએ અપવાદરૂપ પર્ફોર્મન્સ દર્શાવીને તેની દ્રઢતા અને ઉત્કૃષ્ઠતાનું પ્રમાણ પૂરૂં પાડ્યું છે. તેની સિધ્ધિઓ વ્યક્તિગત તેજસ્વીતા તો દર્શાવે જ છે, સાથે સાથે અપવાદરૂપ તાલિમ અને કોચ અમિત પટેલે પૂરાં પાડેલા માર્ગદર્શનને પણ દીપાવે છે.

વેનીકાના અદ્દભૂત દેખાવની સાથે સાથે ટીમની સફળતા પણ વ્યાપક બની છે અને કેટલાક અન્ય સ્વિમર્સે અપવાદરૂપ પ્રતિભા દાખવીને અસરકારક પરિણામો હાંસલ કર્યા છે.

નિત્યા રાણેએ વિવિધ ઈવેન્ટસમાં કૌશલ્ય દાખવીને ટીમની સફળતામાં યોગદાન આપીને 4×100 મીટર મેડલી રિલે અને મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે.

બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટસમાં પ્રીસા દેસાઈના અપવાદરૂપ પર્ફોર્મન્સને કારણે તેને 200 મીટર, 100 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મળ્યા છે. આ ઉપરાંત 50 મીટર બટરફ્લાયમાં 1 સિલ્વર મેડલ અને 50 મીટર ફ્રી સ્ટાઈલ ઉપરાંત મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

દર્શ પટેલે બેકસ્ટ્રોક ઈવેન્ટસમાં અપવાદરૂપ કૌશલ્ય દાખવીને 50 મીટર બેક અને 200 મીટર બેકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આ ઉપરાંત દર્શે 100 મીટર બેકમાં સિલ્વર મેડલ અને 200 મીટર ઈન્ડીવિડ્યુલ મેડલીમાં બ્રોન્ઝ મેળવીને સ્વિમીંગની વિવિધ સ્પર્ધાઓમાં પોતાની નિપુણતા દાખવી છે.

આ ઉપરાંત નોયા પટેલે બેકસ્ટ્રોકમાં 50 મીટર બેકમાં ગોલ્ડ, 100 મીટર બેકમાં સિલ્વર અને 200 મીટર બેકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ધ્રીતી પટેલે 50 મીટર ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ મેળવીને 4×100 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

અમાયરા ગાંધીએ અસરકારક પર્ફોર્મન્સ દર્શાવીને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર મેડલની સાથે સાથે 4×50 મીટર ફ્રી સ્ટાઈલ રિલે અને 4×50 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે.

કોચ અમીત પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સ્વિમરોએ આ સિધ્ધિઓ હાંસલ કરી છે તે દર્શાવે છે કે ટીમમાં અદ્દભૂત ક્ષમતા અને પ્રતિભા પડેલી છે. કોચ અમિત પટેલનું માર્ગદર્શન અને નિપુણતા આ સ્વિમર્સની કુશળતાના સંવર્ધનમાં અને તેમના કૌશલ્યને ધારદાર બનાવીને નવી ઉંચાઈઓ હાંસલ કરવા માટે બળ પૂરૂં પાડ્યું છે.

39મી સબ જુનિયર અને 49મી જુનિયર સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ-2023માં આ સ્વિમરોએ પોતાના પરિવારોની સાથે સાથે સ્વિમર્સ સમુદાયને તેમજ સમગ્ર શહેરને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. આ બધી સિધ્ધિઓ પ્રેરણાદાયક બની રહી છે. અમે સતત સફળતા અને શ્રેષ્ઠ દેખાવ કરીને સ્વિમીંગની દુનિયામાં ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ કરવા સજ્જ છીએ.

Total Visiters :222 Total: 1092072

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *