7 લાખથી વધારેના ખર્ચ પર 20 ટકા ટીડીએસ, શિક્ષણ અને આરોગ્ય માટે આ ચાર્જને ઘટાડીને 5 ટકા, તો દેશમાં શૈક્ષણિક હેતુ માટેની લોન પર આ ચાર્જ ઘટાડીને 0.5 ટકા રહેશે
નવી દિલ્હી
હવે જૂન મહિનો પુરો થવા આવ્યો છે અને જૂલાઈ મહિનાની શરુઆતથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આવામાં દરેક વખતની જેમ આ વખતે પણ કેટલાક નિયમોમાં ફેરફાર આવી રહ્યો છે. જેમાં રસોઈગેસ, કોમર્શિયલ ગેસ, સીએનજી- પીએનજી સહિત કેટલીક ચીજોના નવા ભાવ અને નિયમોમાં ફેરફાર થવાનો છે. જુલાઈ મહિનાથી આ ફેરફારના કારણે સામાન્ય જનતા પર તેનો બોજ પડશે.
દેશની સરકારી તેલ કંપનીઓની દર મહિને એલપીજી ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે અથવા તેમા સુધારો કરવામાં આવે છે. આ વખતે પણ 1 તારીખે એલપીજી ગેસની કિંમતમા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. મે અને એપ્રિલ દરમ્યાન 19 કિલોનો કોમર્શિયલ વપરાશવાળા ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવી હતી, પરંતુ 14 કિલોવાળા ગેસ સિલેન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જેના કારણે આ વખતે તેમા સંભાવના લાગી રહી છે કે રસોઈ ગેસની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ટીડીએસ લાગુ કરવામાં આવનારો છે, જે 1 જૂલાઈ 2023થી લાગુ થઈ જશે. જેના કારણે 7 લાખથી વધારેના ખર્ચ પર 20 ટકા ટીડીએસ ચાર્જ વસુલ કરવામાં આવશે. પરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે આ ચાર્જને ઘટાડીને 5 ટકા સુધી કરવામાં આવશે. તો દેશમાં શૈક્ષણિક હેતુ માટેની લોન પર આ ચાર્જ ઘટાડીને 0.5 ટકા રહી જશે.