ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારો સાઉથનો એક્ટર થલાપતિ વિજય

Spread the love

વિજય ફિલ્મો માટે 100 કરોડની ફી લઈ રહ્યા હતા હવે તેમણે પોતાની ફી બમણી કરી આગામી ફિલ્મ ‘થલાપતિ 68’ માટે 200 કરોડ રૂપિયા લેશે


મુંબઈ
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર કોણ છે? વર્ષોથી આ પ્રશ્નના જવાબમાં ક્યારેક અક્ષય કુમારનું તો ક્યારેક સલમાન ખાનનું તો ક્યારેક શાહરુખ ખાનનું નામ સામે આવતુ રહ્યુ છે પરંતુ આ વખતે નહીં. કેમ કે આ વખતે સાઉથ એક્ટરે બોલીવુડના તમામ સુપરસ્ટાર્સને પાછળ મૂકી દીધા છે. તેઓ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ સમગ્ર ભારતના હાઈએસ્ટ પેઈડ એક્ટર બની ગયા છે.
મળતી માહિતી અનુસાર થલાપતિ વિજય હવે ભારતના સૌથી વધુ ફરી લેનાર એક્ટર બની ગયા છે. બે વર્ષ પહેલા વિજય પોતાની ફિલ્મો માટે 100 કરોડ રૂપિયાની ફી લઈ રહ્યા હતા પરંતુ હવે તેમણે પોતાની ફી બમણી કરી દીધી છે. તેઓ પોતાની આગામી ફિલ્મ ‘થલાપતિ 68’ માટે 200 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લઈ રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે થલાપતિ વિજય પહેલા દેશના કોઈપણ અભિનેતાએ એક ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી નથી.
જે ફિલ્મ માટે થલાપતિ વિજયને 200 કરોડ રૂપિયાની ફી મળી રહી છે તે ફિલ્મનું અસ્થાયી નામ થલાપતિ 68 રાખવામાં આવ્યુ છે. આ વિજયના કરિયરની 68મી ફિલ્મ છે. કહેવાઈ રહ્યુ છે કે આ થલાપતિની છેલ્લી ફિલ્મ પણ સાબિત થઈ શકે છે. કેમ કે આ ફિલ્મ બાદ તેઓ રાજકારણમાં ઝંપલાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. જોકે આ મામલે હજુ સુધી થલાપતિ વિજય તરફથી કોઈ રિએક્શન સામે આવ્યુ નથી.

Total Visiters :94 Total: 852097

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *