રામાનંદ સાગરની રામાયણ ટીવી પર ફરીથી દર્શાવાશે

Spread the love

અરુણ ગોવિલ અને દીપીકા ચીખલિયાના રામાયણને શેમારુ ટીવી પર રી-રન કરવામાં આવશે, રામાયણ 3 જુલાઈથી 7:30 વાગ્યે ઓન એર થશે


નવી દિલ્હી
સાઉથ એક્ટર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ ચાલુ છે. ફિલ્મના વીએફએક્સને લઈને પણ મેકર્સે ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મના ડાયલોગ અને સ્ટાર્સના કોસ્ટ્યૂમ પણ વિવાદમાં રહ્યા છે. રાવણનું લુક પણ વિવાદમાં રહ્યું છે. વધતા વિવાદ બાદ મેકર્સે ફિલ્મના ડાયલોગ પણ બદલી નાખ્યા છે. આ વચ્ચે હવે રામાનંદ સાગરની રામાયણ ફરી ચર્ચામાં આવી ગઈ છે.
રામાયણ શો માં કામ કરી ચૂકેલા એક્ટર્સે પણ આદિપુરુષની ખૂબ ટિકા કરી છે. હવે આદિપુરુષના વિવાદ વચ્ચે ખબર છે કે, રામાયણને ફરી એક વખત ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. ચાહકો તેને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.
અરુણ ગોવિલ અને દીપીકા ચીખલિયાના રામાયણને શેમારુ ટીવી પર રી-રન કરવામાં આવશે. રામાયણ 3 જુલાઈથી 7:30 વાગ્યે ઓન એર થશે. શેમારુ ટીવીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યુ કે, બધા પ્રિય દર્શકો માટે અમે લઈને આવી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ પૌરાણિક ધારાવાહિક ‘રામાયણ’. જુઓ રામાયણ 3 જુલાઈથી સાંજે 7:30 વાગ્યે શેમરૂ ટીવી પર.
રામાનંદ સાગરની આ ઐતિહાસિક રામાયણ 1987માં આવી હતી. તે સમયે રામાયણ ખૂબ જ લોકપ્રિય બની હતી. રામાયણ જોવા માટે રસ્તાઓ પર ભીડ જામતી હતી. શોમાં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને દીપિકા ચીખલિયાએ માતા સીતાની ભૂમિકા ભજવી હતી. બંને સ્ટાર્સને દેવતાની જેમ પૂજા કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે દીપિકા મિથિલા ગઈ હતી ત્યારે તેને દીકરીની જેમ વિદાય આપવામાં આવી હતી.

Total Visiters :94 Total: 827988

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *