વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમ જાહેર, ભારત-પાક વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં જંગ

Spread the love

ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે


નવી દિલ્હી
ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા આઈસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. આજે મુંબઈમાં યોજાયેલી આઈસીસીની ઈવેન્ટમાં મેન્સ વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસી એ વન-ડે વર્લ્ડ કપ 2023નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે. પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર જ રમાવાની છે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બર રમાશે. હવે વર્લ્ડ કપ શરુ થવાને 100 દિવસ જ બાકી છે.
વર્લ્ડકપ 2023માં રમાવનારી ભારતની તમામ મેચો
8 October India vs Australia
11 October India vs Afghanistan
15 October India vs Pakistan
19 October India vs Bangladesh
22 October India vs New Zealand
29 October India vs England
2 November India vs Qualifier 2
5 November India vs South Africa
11 November India vs Qualifier 1

આ પહેલા ગઈકાલે આઈસીસી મેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરવામાં આવ્યુ હતું. ટ્રોફીને જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં આજથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લાવવામાં આવશે.

Total Visiters :87 Total: 681787

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *