આઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ

Spread the love

યાદીમાં 149મું સ્થાન મેળવ્યું, તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા


નવી દિલ્હી
આઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરનારી ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા આજે 20મી આવૃતિમાં જાહેર કરાયેલા ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં આઈઆઈટી બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં 149મું સ્થાન મેળવ્યું છે.
આ પ્રથમ વખત છે જ્યારે આઈઆઈટી બોમ્બેને આ રેન્કિંગમાં ટોચની 150 સંસ્થાઓની યાદીમાં સ્થાન મળ્યું છે અને તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા છે. ગયા વર્ષે જાહેર કરાયેલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી બોમ્બે 172મા સ્થાને રહી હતી. બીજી તરફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરનો 2016માં 147મું સ્થાન મળ્યુ હતું. ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ આઈઆઈટી બોમ્બેનો વિવિધ પરિમાણોના આધારે 100 માંથી 51.7 માર્કસ મળ્યા છે. આ કારણે સંસ્થા ટોચની 150 સંસ્થાઓમાં સ્થાન પામી છે અને ગયા વર્ષની સરખામણીમાં 23 સ્થાન આગળ વધી છે.
આજે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બહાર પાડતા તેના સ્થાપક અને સીઈઓ નુન્ઝીયો ક્વેક્વેરેલીએ આઈઆઈટી બોમ્બેને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેન્ક મેળવવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે આ વર્ષે 2900 સંસ્થાઓનું રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં 45 ભારતીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. આઈઆઈટી બોમ્બે સિવાય ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં ભાગ લેતી ભારતીય સંસ્થાઓનું સ્થાન નીચે મુજબ છે.
અન્ય ભારતીય સંસ્થાઓનું સ્થાન
આઈઆઈટી બોમ્બે – 149મું સ્થાન
આઈઆઈટી દિલ્હી – 197મું સ્થાન
આઈઆઈએસસી બેંગ્લોર – 225મું સ્થાન
આઈઆઈટી ખડગપુર – 271મું સ્થાન
આઈઆઈટી કાનપુર – 278મું સ્થાન
આઈઆઈટી મદ્રાસ – 285મું સ્થાન
આઈઆઈટી ગુવાહાટી – 364મું સ્થાન
આઈઆઈટી રૂરકી – 369મું સ્થાન
દિલ્હી યુનિવર્સિટી – 407મું સ્થાન
અન્ના યુનિવર્સિટી – 427મું સ્થાન
આઈઆઈટી મદ્રાસ – 285મું સ્થાન
ચંદીગઢ યુનિવર્સિટી (ખાનગી યુનિવર્સિટી) – 780મું સ્થાન

Total Visiters :83 Total: 711482

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *