ઈસરોએ સ્ટાર્ટ પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી

Spread the love

સ્ટાર્ટ હવે સહભાગિતાને અન્ય વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ સુધી વિસ્તારવામાં આવી


નવી દિલ્હી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કોલેજના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સ્ટ્રીમ બહારના ઉત્સાહ ધરાવતા લોકોને આવરી લેવા તેના સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (સ્ટાર્ટ) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી છે. ઈસરોએ જણાવ્યું હતું કે સ્ટાર્ટનો હેતુ મુખ્યત્વે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાનો છે, પણ હવે સહભાગિતાને અન્ય વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ સુધી વિસ્તારવામાં આવી છે.
હવે સ્ટાર્ટ જુલાઈ-ઓગસ્ટ માટે અસ્થાયી રીતે નિર્ધારિત – અંતરિક્ષના સાધનો, ભારતીય અવકાશ સંશોધન કાર્યક્રમ પર લેકચર અને સ્પેસ સાયન્સમાં સંશોધનની તકોને પણ આવરી લેશે. નેશનલ સ્પેસ એજન્સી દ્વારા સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં ઓનલાઈન, પ્રારંભિક સ્તરના જાગરૂકતા કાર્યક્રમ તરીકે કલ્પના કરવામાં આવી છે. સ્ટાર્ટ પ્રોગ્રામમાં પૃથ્વી અને પૃથ્વી નજીકના સ્પેસ, સૌરમંડળ સંશોધન, સ્પેસ મિશન ડિઝાઇન અને અવલોકન, અંતરિક્ષ હવામાન, તુલનાત્મક ગ્રહ વિજ્ઞાન, એસ્ટ્રોફિઝિક્સ અને કોસ્મોલોજી પર પણ લેકચરનો સમાવેશ કરાશે. કોઈપણ સંસ્થાના વિદ્યાર્થીઓ અથવા સામાન્ય ઉત્સાહીઓ આ કાર્યક્રમ માટે https://elearning.iirs.gov.in/edusatregistration/student લિંક પર જઈને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે.
આ કાર્યક્રમમાં ઈસરોના ઈ-ક્લાસ પ્લેટફોર્મ https://eclass.iirs.gov.in દ્વારા 2થી 3 અઠવાડિયા સુધી દરરોજ 2-3 કલાકના લેકચર હશે. આ લેકચર ઈસરો અને અંતરિક્ષ વિભાગના વૈજ્ઞાનિકો અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્ર સહિતની અગ્રણી સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. ઈસરોએ આ કાર્યક્રમ માટે નોડલ કેન્દ્રો તરીકે 280થી વધુ સંસ્થાઓને મંજૂરી આપી છે. આ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ અને લાયકાત પ્રમાણપત્રો માટે યોગ્ય બનવા માટે તેમની સંસ્થા દ્વારા સ્ક્રોલ-સેલેક્ટ કરી શકે છે અને નોંધણી કરાવી શકે છે.

Total Visiters :92 Total: 1091687

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *