ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તત્કાળ બેઠક બોલાવી ચર્ચા કરી

Spread the love

મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે


નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ લગભગ 3 કલાક ચાલી. મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન બોર્ડ સાથે જોડાયેલા વકીલોએ પણ પોતાનો મત મૂક્યો.
મીટિંગમાં નિર્ણય લેવાયો કે બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે. જે બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે જોડાયેલા લોકો લો કમિશનના અધ્યક્ષને મળવાનો સમય માંગશે. આ દરમિયાન બોર્ડ પોતાનો ડ્રાફ્ટ લો કમિશનને આપશે. શરીયતના જરૂરી ભાગોનો આ ડ્રાફ્ટમાં ઉલ્લેખ હશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જ ચર્ચા કરવામાં આવી. વિપક્ષને પણ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વિનંતી કરવામાં આવશે.
પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનાર પર કટાક્ષ કરતા કહ્યુ કે તે લોકો પોતાના હિત માટે અમુક લોકોને ભડકાવી રહ્યા છે. સમાન નાગરિક સંહિતાનો અર્થ છે દેશના તમામ નાગરિક માટે એક સમાન કાયદો હોવો, જે ધર્મ પર આધારિત ન હોય.

Total Visiters :83 Total: 828358

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *