સરકારના આ નિર્ણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના
નવી દિલ્હી
ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખાવામાં આવે છે. અને અત્યારના સમયમાં તુવરની દાળનો ભાવ આસમાન પર પહોચી ગયા છે. દાળના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અને તેના કારણે પરેશાની વધી જાય છે. જેને જોતા સરકારે દાળના ભાવને નિયત્રંણમાં લેવા માટે સરકારના બફર સ્ટોકમાંથી મિલ માલિકોને તુવર દાળ વેચવાની તૈયારી કરી રહી છે. સરકારના આ નિર્ણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.
એક અધિકૃત નિવેદન પ્રમાણે સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી આયોજિત અને લક્ષિત રીતે રાષ્ટ્રીય બફરમાંથી તુવેર દાળને વેચવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી ઈમ્પોર્ટેડ તુવર દાળને રાષ્ટ્રીય બફરમાંથી ખુલ્લા બજારમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સરકાર બફર સ્ટોક ચાલુ રાખશે. સરકાર પ્રયાસ કરી રહી છે કે આ દાળના પુરવઠામાં ઘટાડો ન થાય.
નિવેદન પ્રમાણે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (એનએએફઈડી)અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (એનસીસીએફ) ને તુવર દાળની ઉપલબ્ધતા વધારવા માટે યોગ્ય મિલમાલિકો વચ્ચે ઓનલાઈન હરાજી દ્વારા તુવર દાળનું વેચાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને તે પછી દાળ ગ્રાહકોને મળે તે માટે સૂચના આપવામાં આવી હતી.