વન-ડે વર્લ્ડ કપમાં પાંચ મેચ ખૂબજ રોમાંચક બની શકે છે

Spread the love

ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ- અફઘાનિસ્તાન અને ભારત-પાક.ની મેચ રોમાચક બને તેવી શક્યતા


નવી દિલ્હી
આઈસીસી દ્વારા ગઈકાલે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, આઈસીસીએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. આઈસીસીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સાથે અન્ય કઈ મેચો રોમાંચક બની શકે છે. આઈસીસીએ એવી પાંચ મેચ પસંદ કરી હતી, જેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી શકે છે.
વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરના રોજ ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વન-ડે વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2019ની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. ભારતે આ મેચ ડકવર્થ લુઈસ નિયમથી જીતી હતી. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પણ ઘણી રોમાંચક બની શકે છે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવ્યું હતું. આ વખતે પણ બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ઘણી રોમાંચક મેચો રમાઈ છે. હવે ફરી એકવાર આ બંને ટીમો મેદાનમાં સામસામે આવશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ કાંગારૂ ટીમને પડકાર આપવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 13 ઓક્ટોબરે મેચ રમાનાર છે. આ મેચ પણ રોમાંચક બની શકે છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ 2019માં માત્ર ત્રણ મેચ જીત્યું હતું. પરંતુ આ વખતે તે કમબેક કરી શકે છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે 7 ઓક્ટોબરે મેચ રમાશે. ધર્મશાલામાં રમાનારી આ મેચ પર પણ સૌની નજર રહેશે.
• ભારત વિરૂધ્ધ પાકિસ્તાન, અમદાવાદ – 15 ઓક્ટોબર
• ઈંગ્લેન્ડ વિરૂધ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ – 5 ઓક્ટોબર
• ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ – 8 ઓક્ટોબર
• ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ દક્ષિણ આફ્રિકા, લખનઉ – 13 ઓક્ટોબર
• બાંગ્લાદેશ વિરૂધ્ધ અફઘાનિસ્તાન, ધર્મશાલા – 7 ઓક્ટોબર

Total Visiters :112 Total: 681620

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *