જિજ્ઞેશ અને તેનો ભત્રીજો ઓમ મેઇન ડ્રો માટે ક્વોલિફાય

Spread the love

ગાંધીધામ

ગુજરાત ટેબલ ટેનિસનો પીઢ ખેલાડી જિજ્ઞેશ જયસ્વાલ અને તેના ભત્રીજા ઓમ જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023ના મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થયા હતા. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ છે.

આ ટુર્નામેન્ટના સહ સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ છે અને એસોસિયેટ સ્પોન્સર ફ્રેન્ડ ગ્રૂપ છે જ્યારે સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે.

ગુરુવારે મુખ્ય અતિથિ સુરેશ ઐયર (ઇન્ડિયન ઓઇલ)ના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન થયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આશિષ ધનિયા (આઇઆરટીએસ), આદિલ સેઠના, જિતેન્દ્ર સંઘવી, તુલસી સુજાન, નરેશ બુલચંદાની, મહેશ ગુપ્તા, વિમલ ગુજરાલ, ડી. કે. અગ્રવાલ, કુશલ સંગતાણી, રુજુલ પટેલ, અનીલ ચંદનાની, સ્વિટી અડવાણી અને મનીષ હિંગોરાણી ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે જીએસટીટીએ અને કેડીટીટીએના ભૂતપૂર્વ માનદ મંત્રી સ્વ. હરેશ સંગતાણીની બીજી પૂણ્યતિથી હતી. હરેશ સંગતાણીએ ગુજરાતમાં ટેબલ ટેનિસના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી અને આદીપુર, ગાંધીધામમાં કેડીટીટીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગ્રૂપ ક્વોલિફાયર્સની યાદીઃ

અંડર-19 બોયસ : સુનિત નાયર, પૂજન ચંદારાણા, હ્રિદાન શાહ, મહિરાજસિંઘ જાડેજા, માલવ પંચાલ, સુજલ કુકડિયા, જન્મેજય પટેલ, શિવાંશ ઝાલાવડિયા, હર્ષવર્દન પટેલ, પીયૂષ બૈ, હેત ઠાકર.

મેન્સઃ અભિલાષ રાવલ, મહિરાજ જાડેજા, નિલય ઠાકર, હાર્દિક સોલકી, ગિરીશ જ્હા, જન્મેજય પટેલ, હિમાંશ દહિયા, કેવલ મકવાણા, હર્ષ પટેલ, સૌરવ ઘોષ, માલવ પંચાલ, પરાગ ચાંદલિયા, નદીશ હાલાણી, ઓમ જયસ્વાલ, અભિષેક ખેસ્તી, સુજલ કુકડિયા, જિજ્ઞેશ જયસ્વાલ, ધ્યેય જાની, રૂદ્ર પંડ્યા.

ક્વોલિફાઇંગ પરિણામોઃ

મેન્સઃ વિવેક મકવાણા જીત્યા વિરુદ્ધ અર્જુન સિંઘ 11-5,11-4,11-6: અભિલાષ પટેલ જીત્યા વિરુદ્ધ અર્જુન સિંઘ 11-1,11-5,11-6; દેવજોય પુષિલાલ જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-9,8-11,11-4,11-7; ગિરીશ જ્હા જીત્યા વિરુદ્ધ દેવજોય પુષિલાલ 11-6,11-7,11-9;સૌરવ ઘોષ જીત્યા વિરુદ્ધ યશપ્રતાપ સિંઘ 11-3,11-4,11-1; જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ વંશ સુંદરાણી 11-6,11-9,11-3;અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ વંશ સુંદરાણી 13-11,12-10,11-9.

અંડર-19 બોયઝઃ મહિરાજ જાડેજા જીત્યા વિરુદ્ધ શુભ માણેક 11-5,11-4,11-4; સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ શુભ માણેક 12-10,11-3,11-3; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ પરમ પરમાર 11-5,11-5,11-7; પરમ પરમાર જીત્યા વિરુદ્ધ તીર્થકુમાર મકવાણા 11-7,11-6,11-4; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ તીર્થકુમાર મકવાણા 11-3,11-8,11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ શૌર્ય જરીવાલા 11-1,11-4,11-6; ક્રિશય ભટ્ટ જીત્યા વિરુદ્ધ શૌર્ય જરીવાલા 11-9,7-11,11-7,4-11,11-4; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ક્રિશય ભટ્ટ 11-5,11-2,12-10; શિવાંશ ઝાલાવડિયા જીત્યા વિરુદ્ધ મૌર્ય પટેલ 11-7,11-5,11-9.

Total Visiters :88 Total: 681788

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *