ભારતના કેજી ડી6 બ્લોકમાં ત્રીજા ડીપવોટર ફિલ્ડમાંથી રિલાયન્સ અને બીપીએ ઉત્પાદન શરૂ કર્યું

Spread the love

કેજી ડી6 બ્લોકમાં તેનું સર્વોચ્ચ ઉત્પાદન ભારતના ત્રીજા ભાગનાં ઘરેલુ ગેસ ઉત્પાદન જેટલું રહેશે

મુંબઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી પીએલસીએ ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રવૃત્તિઓને પગલે આજે એમજે ફિલ્ડમાંથી ઉત્પાદનના આરંભની પુષ્ટિ કરી છે. ભારતના પૂર્વ કાંઠાથી દૂર કેજી ડી6 બ્લોકમાં RIL-બીપી કન્સોર્ટિયમે શરૂ કરેલા ઉત્પાદનમાં એમજે ફિલ્ડ ત્રણ મુખ્ય નવા ડીપવોટર ડેવલપમેન્ટ્સમાંનું છેલ્લું ફિલ્ડ છે.

અગાઉ ડિસેમ્બર 2020માં આર-ક્લસ્ટર ફિલ્ડ તથા એપ્રિલ 2021માં સેટેલાઈટ ક્લસ્ટરના આરંભ બાદ હવે એમજે ફિલ્ડમાંથી ગેસ અને કન્ડેન્સેટ ઉત્પાદનની શરૂઆત થઈ છે. તમામ ત્રણ ડેવલપમેન્ટ આ બ્લોક માટેના પ્રવર્તમાન હબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.

એમજે ફિલ્ડ તેના સર્વોચ્ચ ઉત્પાદન સ્તર પર પહોંચશે ત્યારે આ ત્રણેય ફિલ્ડ સાથે મળીને, એક દિવસમાં આશરે 30 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ (1 બિલિયન ક્યુબિક ફીટ પ્રતિદિન)નું ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે, જે દેશના વર્તમાન ઘરેલુ ગેસ ઉત્પાદનમાં આ આશરે એક-તૃતિયાંશ જેટલો હિસ્સો ધરાવે તેમજ ભારતની માગના આશરે 15%ની આપૂર્તિ કરશે તેવી અપેક્ષા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે,: “બીપી સાથે અમારી ભાગીદાર પર અમને ગર્વ છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી પડકારરુપ પરિસ્થિતિઓમાં જટિલમાં જટિલ પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કરવામાં અમારી નિપૂણતાને સંયોજિત કરે છે. અન્ય કેજી ડી6 ફિલ્ડ્સની સાથે, એમજે ડેવલપમેન્ટ ખરા અર્થમાં તેમજ ભારત સરકાર દ્વારા પરિકલ્પના કરાયેલા ‘મેક ઈન ઈન્ડિયા’ ‘એનર્જી વિઝન’નું સમર્થન કરે છે.”

બીપીના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ ઉમેર્યું હતું કે,: “આ નવા ડેવલપમેન્ટને સુરક્ષિત રીતે કાર્યાન્વિત થવા સુધી પહોંચાડીને, RIL અને બીપી ગેસના સુરક્ષિત પૂરવઠા માટે ભારતની માગને પરિપૂર્ણ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. RIL સાથે અમારી નિકટવર્તી વ્યૂહાત્મક ભાગીદારી હવે 15 વર્ષ કરતા પણ વધુ સમયગાળો પસાર કરી ચૂકી છે અને હવે તે ભાગીદારી ગેસ, રિટેલ, એવિયેશન ફ્યુઅલ તથા સાતત્યપૂર્ણ મોબિલિટી ઉપાયોના ક્ષેત્રમાં ઘનિષ્ઠ બની રહી છે તેનો અમને ગર્વ છે. સાથે મળીને અમે ભારતની સતત વધી રહેલી ઊર્જાની માગને પહોંચી વળવા, વાસ્તવિક મૂલ્યના સર્જન માટે દરેક ભાગીદારના શ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છીએ.”

2013માં શોધાયેલું અને 2019માં મંજૂર કરાયેલું, એમજે ફિલ્ડ ભારતના પૂર્વ કાંઠે ગાડીમોગા સ્થિત પ્રવર્તમાન ઓનશોર ટર્મિનલથી આશરે 30 કિ.મી.ના અંતરે પાણીની સપાટીએથી 1,200 મીટરની ઊંડાઈએ આવેલું છે.

એમજે એ હાઈપ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર (HPHT), ગેસ એન્ડ કન્ડેન્સેટ ફિલ્ડ છે. આ ફિલ્ડના આઠ કૂવામાંથી ઉત્પાદન થશે અને પ્રતિ દિન આશરે 25,000 બેરલ તથા 12 MMSCMD ગેસનું પીક ઉત્પાદન થશે.

આ ડેવલપમેન્ટમાં નવા ફ્લોટિંગ પ્રોડક્શન, સ્ટોરેજ એન્ડ ઓફલોડિંગ (FPSO) વેસલ- ધ ‘રૂબી’નો સમાવેશ થાય છે- જેનું કામ કન્ડેન્સેટ, ગેસ, પાણી તથા અશુદ્ધિઓને પ્રોસેસ કરીને પછી વેચાણ માટે ગેસને ઓનશોર મોકલવાનું છે. કન્ડેન્સેટનો સંગ્રહ FPSO પર કરાય છે અને ત્યારબાદ ભારતીય રિફાઈનરીઓમાં પૂરવઠા માટે ટેન્કર્સ દ્વારા હેરફેર માટે ઓફલોડ કરવામાં આવે છે.

RIL એ KG D6 બ્લોકમાં ઓપરેટર છે જે 66.67% સહભાગી હિત ધરાવે છે જ્યારે બીપી 33.33% સહભાગી હિત ધરાવે છે.

Total Visiters :112 Total: 847669

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *