આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

Spread the love
  • આરોગ્ય અને જીવન વીમાના બે લાભો સમગ્ર પરિવારની નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સોલ્યુશનને આવશ્યક બનાવે છે
  • આરોગ્ય વીમા લાભોમાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ અને ડે કેર ટ્રીટમેન્ટ, ટેલિકોન્સલ્ટેશન અને ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે.
  • જીવન વીમા લાભમાં 85 વર્ષની ઉંમર સુધી લાઈફ કવરનો સમાવેશ થાય છે

મુંબઈ

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે ઈન્સ્યોરન્સ સોલ્યુશન ‘iShield’ લોન્ચ કર્યું છે, જે ગ્રાહકોને આરોગ્ય અને જીવન વીમો બંને પ્રદાન કરશે. iShield ગ્રાહકોને તબીબી સારવાર માટે જરૂરી ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત, તે પોલિસીધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં પરિવારને લમ્પસમ રકમ પણ આપશે.

આરોગ્ય વીમા ઘટક હોસ્પિટલમાં દાખલ થવા, ડે-કેરની સારવાર, હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીની સારવાર અને હોમકેર ટ્રીટમેન્ટ જેવા અનેક ખર્ચને આવરી લે છે. બીજી તરફ, જીવન વીમા કવચ 85 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે જેથી પરિવાર પાસે તેમના જીવનને ચાલુ રાખવા માટે પૂરતા નાણાંકીય સંસાધનો હોય.

સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ અને જાનહાનિનું જોખમ ગ્રાહકો અને તેમના પરિવારની આર્થિક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. આ સોલ્યુશન દ્વારા ઓફર કરવામાં આવતાં આરોગ્ય અને જીવન વીમાના બે લાભો નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેને આવશ્યક બનાવે છે.

iShield, તેના ટુ-ઇન-વન બેનિફિટ સાથે ગ્રાહકોને દરેક માટે અલગ પ્રોડક્ટ ખરીદવાને બદલે એક જ પ્રપોઝલ દ્વારા તેમની આરોગ્ય અને જીવન વીમા જરૂરિયાતો મેનેજ કરવાની સગવડ પૂરી પાડશે. ગ્રાહકો એક જ એપ્લિકેશન કરીને અને મેડિકલ ચેક-અપ કરાવીને આ સોલ્યુશન સરળતાથી ખરીદી શકે છે. વિશાળ એજન્ટ નેટવર્ક ઉપરાંત, કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન જેવા બહુવિધ ઉપયોગમાં સરળ ટચપોઇન્ટ્સ ગ્રાહકોને ઝંઝટ-મુક્ત ખરીદી અને પ્રીમિયમ ચૂકવણીનો અનુભવ પ્રદાન કરશે.
પ્રોડક્ટના લોન્ચિંગ વિશે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “iShield એ અનોખા પ્રકારની ઓફર છે જે બંને કંપનીઓની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવે છે તથા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બ્રાન્ડ મૂલ્યોને શેર કરે છે. આ સોલ્યુશન ડિઝાઇન કરતી વખતે અમે જે સર્વોચ્ચ સિદ્ધાંતને ધ્યાનમાં રાખ્યો છે તે ગ્રાહકોને સીમલેસ સિંગલ વિન્ડો ગ્રાહક અનુભવ સાથે આરોગ્ય અને જીવન વીમા સોલ્યુશનનો વ્યાપક બેવડો લાભ પ્રદાન કરવાનો છે. અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને એવું કવર પ્રદાન કરવાનો છે જે તેમને અને તેમના પરિવારને ભૌતિક અને નાણાંકીય સુખાકારી માટે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે. જીવન વીમામાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફની નિપુણતા સાથે આરોગ્ય વીમામાં અમારી કુશળતા એ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકને બંને સેવાઓમાં શ્રેષ્ઠ આપવામાં આવે.”

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિત પલટાએ જણાવ્યું હતું કે, “અમને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરીને ‘iShield’ ઓફર કરવામાં આનંદ થાય છે, જે એક નવીન દરખાસ્ત છે જે ગ્રાહકોની બે સર્વોચ્ચ વીમા જરૂરિયાતોને સંબોધિત કરે છે – આરોગ્ય અને જીવન. રોગચાળાએ માનવ જીવનની નાજુકતાને ઉજાગર કરી છે અને પરિવારોની નાણાંકીય બચતમાં વિક્ષેપ પાડ્યો છે. આ વ્યાપક દરખાસ્ત ગ્રાહકોને એ સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવશે કે પરિવારના કમાઉ સભ્યનું તબીબી સારવાર દરમિયાન અથવા અકાળે અવસાનને કારણે પરિવારની નાણાંકીય બચત નષ્ટ ન થાય. પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર્સ પ્રત્યે અમારો અભિગમ ગ્રાહકોની જણાવેલી અને સુપ્ત જરૂરિયાતોને સંબોધવા પર છે. અમે સમજીએ છીએ કે ગ્રાહકો એક જ પ્રોડક્ટ પસંદ કરે છે જે તેમની આરોગ્ય અને જીવન વીમાની જરૂરિયાતોને સંબોધિત કરી શકે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ બંને ગ્રાહક-કેન્દ્રિતતાના સિદ્ધાંતો પર બનેલી સંસ્થાઓ છે. બંને ભાગીદારોના ડિજિટલ પ્લેટફોર્મ ગ્રાહકોને ઝંઝટ મુક્ત અને ઝડપી ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે.”

Total Visiters :163 Total: 680205

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *