શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલેઃ સંજય રાઉત

Spread the love

વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી

મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. હવે સંજય રાઉતે ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો પ્રયોગ વર્ષ 2019માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે એનસીપીનેતા અજિત પવાર સાથે ભાજપની આગેવાની હેઠળ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રાઉતે કહ્યું કે લોકો દેવેન્દ્ર ફડણવીસને ગંભીરતાથી લેતા નથી અને તેમની ગઠબંધન સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકે છે. આ દરમિયાન સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણનીસે એક ઇન્ટરવ્યુ દરમિયાન મહારાષ્ટ્રમાં શપથ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે અજિત પવાર સાથે સવારે લગભગ 6 વાગ્યે રાજભવનમાં શપથ લીધા હતા. ઈન્ટરવ્યુમાં ફડણવીસે દાવો કર્યો હતો કે એનસીપીચીફ શરદ પવાર આ ગઠબંધન માટે તૈયાર થયા, ત્યારબાદ સરકાર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે પવાર પીછેહઠ કરી ગયા અને બેવડી રમત રમી.

ફડણવીસના આરોપોનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે શરદ પવારે કંઇ કર્યું પણ હોય તો ઠીક છે. આમાં કંઈ નવું નથી. વાત એ છે કે તમે પ્રયોગ કર્યો અને તે નિષ્ફળ સાબિત થયો. સત્ય એ છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, આ ગઠબંધનને પવારનું સંપૂર્ણ સમર્થન હતું. દરમિયાન સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે સાથેની વર્તમાન સરકાર લાંબો સમય નહીં ચાલે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમની સરકાર પડી જશે.

વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાએ ભાજપા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી. જ્યારે કોંગ્રેસ અને એનસીપીસાથે સરકાર બનાવવા માટે વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક એક ફોટો સામે આવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને એનસીપીનેતા અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા જોવા મળ્યા હતા. આ ફોટોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે શરદ પવારના કહેવા પર આખી રમત પલટાઈ ગઈ અને લગભગ 80 કલાક પછી આ ગઠબંધન તૂટી ગયું હતું. હવે દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

Total Visiters :146 Total: 680255

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *