કોર્ટ ઘણું કામ કરે છે પણ તેની હેડલાઈ બનતી નથીઃ ડીવીય ચંદ્રચૂડ

Spread the love

અદાલતે પોતાનું માર્કેટિંગ કરવું જોઈતું હતું ત્યારે તેણે એવું ન કર્યું કારણ કે તેને લાગ્યું કે ન્યાયતંત્રને માર્કેટિંગની જરૂર નથી

શ્રીનગર

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ હાલ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ પર છે આ દરમિયાન તેમણે શ્રીનગરમાં સંબોધન કર્યું હતું જેમા તેમણે ન્યાયિક પ્રણાલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારા નિર્ણયો પર વારંવાર ચર્ચા કરવામાં આવે છે પરંતુ આ સિવાય કોર્ટ પણ ઘણું કામ કરે છે જે હેડલાઈન બનતી નથી.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યુ હતું કે નિર્ણયો સિવાય કોર્ટ પણ એવું ઘણું કાર્ય કરે છે જેના વિશે લોકોને જાણવાની જરુર છે. જ્યારે પણ સમય હતો કે અદાલતે પોતાનું માર્કેટિંગ કરવું જોઈતું હતું ત્યારે તેણે એવું ન કર્યું કારણ કે તેને લાગ્યું કે ન્યાયતંત્રને માર્કેટિંગની જરૂર નથી. આ કિસ્સામાં અમે નબળા કોમ્યુનિકેટર્સ રહ્યા છીએ. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શ્રીનગરમાં 19મી લીગલ સર્વિસ ઓથોરિટીની બેઠકમાં ઉદ્ઘાટનમાં સંબોધન કર્યું હતું.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ન્યાયતંત્ર બે બાબતો માટે જાણીતું છે પ્રથમ તે કેસ જેમાં તેણે નિર્ણયો આપ્યા છે અને બીજું તે કેસ જેમાં તેણે નિર્ણયો આપ્યા નથી. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે ન્યાયતંત્રમાં વિલંબથી પણ ન્યાયતંત્રને જાણી શકાય છે. લોકો અમારા નિર્ણયો વિશે જાણતા રહે છે જેમાં અમે નિર્ણયો આપતા રહીએ છીએ પરંતુ લોકોને ન્યાયતંત્રની અગાઉની ઓફિસોમાં કરવામાં આવેલા કામ વિશે બહુ ઓછી જાણકારી છે તેમ તેમણે કહ્યું હતું. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ભારતીય ન્યાયતંત્રના અગાઉના કાર્યાલયોમાં થયેલા કામ પર પણ પ્રકાશ ફેંકીએ કારણ કે આ આપણી ન્યાયતંત્રની કરોડરજ્જુ છે. તેમણે અદાલતોના બેક એન્ડ પર મોટા પ્રમાણમાં કામ થઈ રહ્યું છે તે સમજાવતા કહ્યું, ઈ-કોર્ટ સેવાઓ માટે 2013માં બનાવવામાં આવેલી વેબસાઈટએ 2020માં 2.54 અબજ વ્યવહારો કર્યા છે. જે 2021માં વધીને 3.20 અબજ અને 2022માં 3.26 અબજ સુધી પહોંચી ગયા છે.

Total Visiters :134 Total: 827981

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *