અજિત પવાર જૂથે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધન મહાયુતીની જાહેરાત કરી

Spread the love

પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા, હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય


મુંબઈ
મહારાષ્ટ્રમાં રાજકારણમાં છેલ્લા 2 દિવસથી મહાયુદ્ધ ચાલી રહ્યું છે. 9 ધારાસભ્યો સાથે અજિત પવારનું શિંદે સરકારમાં જવું… આ ઘટના બાદ એનસીપી નેતા શરદ પવાર દ્વારા આ 9 સામે કાર્યવાહી કરવી સહિતની ઘટનાઓ વચ્ચે વધુ એક મોટી ઘટના સામે આવી છે. અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ‘મહાયુતિ’ રાખવામાં આવ્યું છે. તો બીજીતરફ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામના પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર – શું તમે ભૂલી ગયા છો કે, શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે…
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી. રવિવારે મોટી ઉથલપાથલ બાદ એનસીપીના બંને જૂથ (શરદ અને અજીત) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ શરદ પવારની એનસીપીએ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ એનસીપી પાર્ટી પર દાવો કરનારા અજિત પવાર જૂથે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે.
સોમવારે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા અને કહ્યું કે, કોઈને પણ ગેરલાયક ઠેરવવાનો અધિકાર સ્પીકર પાસે છે. પ્રફુલ્લ પટેલે જાહેર કરતા જણાવ્યું કે, જયંત પાટિલને પદ પરથી હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણય એનસીપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે લીધો છે. જયંત પાટીલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અન્ય નિમણૂકોની જવાબદારી પણ તટકરેને સોંપવામાં આવી છે. તેઓ હવે સુનિલ તટકરેને મહિલા, યુવા વગેરે વિભાગોના વડાઓની જગ્યાઓ પર નિયુક્ત કરશે.
ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે.
ખરેખર તો રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજકીય નેતા અજિત પવારે એનસીપી સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા છે. તેમણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

Total Visiters :163 Total: 1097419

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *