કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી

Spread the love

ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી


હૈદ્રાબાદ
તેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી આગળ બોલી રહ્યા છે અને માત્ર એટલા માટે બોલી રહ્યા છે કારણ કે, તેમણે કર્ણાટકમાં એત ચૂંટણી જીતી છે.
રેડ્ડીનું કહેવું છે કે, ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડશે. રાહુલ ગાંધીના બીઆરએસને ભાજપની બી ટીમ તરીકે વર્ણવવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે બીઆરએસ સાથે સમાધાન કરીને તેલંગાણામાં ચૂંટણી લડી હતી. અમે બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. કર્ણાટકમાં ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી હદ વટાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ તેલંગાણાના ખમ્મમમાં એક જાહેર સભાને સંબોધિત કરતા બીઆરએસ એટલે કે, ભાકતીય રાષ્ટ્રીય સમિતિને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ એટલે કે, ટીઆરએસ બીજેપીની બી ટીમ છે અને તેમણે પોતાનું નામ બદલીને બીઆરએસ સ્વીકાર કરી લીધુ છે. જેનો અર્થ ભાજપ સંબંધિત સમિતિ છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ) હવે ભારતીય રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) તરીકે ઓળખાય છે.
આ સાથે જ તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે કેસીઆર અને તેમની પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપોએ તેમને બીજેપીના આધીન બનાવી દીધા છે. તેમણે કહ્યું કે તેલંગાણા અને તેના યુવાનોએ એક વાત સમજવી જોઈએ કે કેસીઆર તેમના ભ્રષ્ટાચારના કારણે વડાપ્રધાન મોદીના નિયંત્રણમાં છે. આટલું જ નહીં તેમણે મોટો દાવો કર્યો હતો કે દારૂ કૌભાંડમાં કેસીઆર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે તમામ એજન્સીઓને ખબર છે.

Total Visiters :141 Total: 852162

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *