અજિત પવારને પાર્ટીના રાષ્ટ્રીય નેતા જાહેર કરવામાં આવ્યા

Spread the love

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે

મુંબઈ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી હતી. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા હતા. તે જ સમયે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જૂથ એનસીપીના 58 માંથી 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યો હતા. જેને લઇ શરદ પવાર જૂથ ચિંતિત દેખાઈ રહ્યું છે. હાલ આ બંને બેઠક વચ્ચે સમીકરણ ચાલી રહ્યું છે જોવાનું રહેશે કે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈમાં કોને બાજી મારી છે.

અજિત પવારે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું કે, અમે આ પગલું કેમ ભર્યું? આ એક મોટો પ્રશ્ન છે. શરદ પવાર આપણા નેતા અને ગુરુ છે. તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ આજે દેશમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, તે જોવાની જરૂર છે. અમે એસસી, એસટી, ઓબીસી, લઘુમતીઓ માટે કામ કરવા માંગીએ છીએ. તેમના માટે કામ કરવાનું અમારું સપનું છે. તેઓ સીએમ કેવી રીતે બન્યા? ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. વસંતદાદા પાટીલની સરકાર. પતન થયું અને શરદ પવારે પુલોદની રચના કરી અને 1978માં મુખ્યમંત્રી બન્યા.

બાંદ્રાના મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટ કેમ્પસમાં અજિત પવાર શિબિરની બેઠકમાં અજિત પવારને પાર્ટીના રાષ્ટ્રીય નેતા જાહેર કરવામાં આવ્યા છે.

અજિત પવારની મીટિંગમાં અત્યાર સુધી 35 ધારાસભ્યો પહોંચ્યા હતા. તે જ સમયે, મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારની આગેવાની હેઠળની બેઠકમાં કુલ 14 ધારાસભ્યો, 3 એમએલસી અને 4 સાંસદો હાજર હતા. એનસીપીપાસે કુલ 53 ધારાસભ્યો છે. અજિત પવારને પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે બે તૃતીયાંશ એટલે કે 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. આવી સ્થિતિમાં, બાકીના 5 ધારાસભ્યો કયા જૂથની બેઠકમાં હાજરી આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

શરદ પવાર જૂથે દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે પક્ષના ધારાસભ્યો સહિત રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓની બેઠક બોલાવી છે, જ્યારે અજિત જૂથે બાંદ્રામાં એમઈટીસંકુલમાં બેઠક બોલાવી છે. જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારના જૂથ વતી વ્હીપ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શરદ પવારે બુધવારે બપોરે 1 વાગે બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહે તે જરૂરી છે. બીજી તરફ, અજિત પવાર જૂથ વતી સુનીલ તટકરે બેઠકની અધ્યક્ષતા કરશે, જેના માટે શિવાજીરાવ ગર્જેએ બેઠક બોલાવી છે.

શરદ પવારની કડક સૂચના પછી પણ શરદ પવારની તસવીરને મહત્વ આપવામાં આવ્યું છે. અજિત પવાર કેમ્પની સભા માટેનું સ્ટેજ તૈયાર છે, જેમાં શરદ પવારની તસવીર ચોંટાડવામાં આવી હતી. અજિત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે તેનું ચિત્ર હવે પછી સ્પષ્ટ થશે.

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, પવાર સોમવારે રાત્રે સાતારાથી પરત ફર્યા બાદ વર્તમાન રાજકીય ઘટનાક્રમનો સામનો કેવી રીતે કરવો તે અંગે કાયદાકીય નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી હતી.

Total Visiters :153 Total: 1092664

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *