દોઢ ટન વજનની 6 ફૂટ છ ઈંચની વિશ્વની સૌથી ઊંચી ગાય

Spread the love

આ ગાયનો વિડિયો સામે આવ્યા બાદ તેના માલિક અને ખેડૂત જ્યોફ પીયર્સનને લોકોના ફોન કોલ્સની લાઈન લાગી ગઈ છે, પત્રકારોએ એક જ દિવસમાં 115 થી વધુ ફોન કોલ્સ કર્યા

મેલબર્ન

તમે તમારા જીવનમાં અવગ-અલગ જાતિની ગાય જોઈ હશે. લોકો હજારો લાખો રૂપિયા ખર્ચ કરીને ગાય ખરીદે છે. અલગ-અલગ વજન અને ઊંચાઈ પ્રમાણે તેની કિંમત મૂકવામાં આવે છે. પણ શું તમે વિશ્વની સૌથી ઉંચી ગાય જોઈ છે? આ ગાય સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તેની ઊંચાઈ 6’6 ફૂટ છે. આને વિશ્વની સૌથી ઊંચી ગાય માનવામાં આવે છે. તે બાસ્કેટ બોલ પ્લેયર માઈકલ જોર્ડન જેટલી ઊંચી છે. પ્રથમ વખત આ ગાયને 2019માં લોકપ્રિયતા મળી હતી. ત્યારે પણ તે સોશિયલ માડિયા પર ખૂબ છવાઈ ગઈ હતી. હવે તેનો જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ ગાયનું વજન લગભગ દોઢ ટન છે.

આ ગાયનો વિડિયો સામે આવ્યા બાદ તેના માલિક અને ખેડૂત જ્યોફ પીયર્સનને લોકોના ફોન કોલ્સની લાઈન લાગી ગઈ છે. પત્રકારોએ એક જ દિવસમાં 115 થી વધુ ફોન કોલ્સ કર્યા છે. જ્યોફ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ખેડૂત છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સૌથી ઊંચી ગાય અન્ય ગાયો સાથે છે. આમાં બાકીની ગાયોની લંબાઈ ઘણી ઓછી છે પરંતુ તે દૂરથી જ ઓળખાય જાય છે. સૌથી લાંબી ગાય હોવાથી લોકો તેને જોવા માટે દૂર-દૂરથી પણ આવી રહ્યા છે.

વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગાયની લંબાઈ અને વજન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જે કોઈ આ ગાયને જોઈ રહ્યો છે તે તેના વિશે વાત કરી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે વાહ, શું ગાય છે. આ ગાયની ઊંચાઈ આટલી વધારે હોવા પાછળનો પણ એક તર્ક આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં બાયોલોજી પર રિસર્ચ કરનાર મીન ડુએ જણાવ્યું કે ગાયની ઊંચાઈ પાછળનું કારણ મ્યુટેશન હોઈ શકે છે. તેમણે કહ્યું કે, સૌથી સંભવિત કારણ કોઈ પ્રકારનું મ્યૂટેશન અથવા કંઈક એવું છે જે વિકાસ હોર્મોન અથવા વિકાસ-હોર્મોન રિસેપ્ટર્સમાં થયો છે. 2015માં તે સમયની સૌથી લાંબી ગાય જેની લંબાઈ 6 ફૂટ 4 ઈંચ હતી તે મૃત્યુ પામી હતી.

Total Visiters :143 Total: 851917

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *