ભારતમાં 87.85 કરોડ મોબાઈલ કનેક્સનમાંથી 40.87 લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ

Spread the love

સમગ્ર ભારતમાં માત્ર 1575 ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ 181 એફઆઈઆર દાખલ કરવામાં આવી

નવી દિલ્હી

હાલમાં આખી દુનિયામાં એઆઈટેકનીક વિશે ચર્ચાઓ થઈ રહી છે. એઆઈટેકનીકની ચર્ચા ભારત જ નહી પરંતુ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં એઆઈએ મોટી એચીવમેન્ટ મેળવી છે.

એક કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા રિપોર્ટ આવ્યો છે જેમાં મંત્રાલયના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી ભારતમાં મૌજુદ 87. 85 કરોડ મોબાઈલ કનેક્શનને એનાલાઈઝ કરવામાં આવ્યા છે. જેમાથી 40.87 લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.,

ભારતમાં કુલ 131 કરોડ સબ્સક્રાઈબર છે જે 22 લાઈસેંસ સર્કલમાં મૌજુદ છે. અત્યારે ફેસ-1નું એનાલાઈજ કરવામાં આવ્યું છે. જેમા 87.85 કરોડ કનેક્શનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

એક માહિતી પ્રમાણે રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આમા એએસટીઆરએડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે 38 લાખ નંબર બંધ થઈ ગયા  છે.

એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજેંસ એડ ફેશિયલ રિકોગ્રાઈજેશન સિસ્ટમ છે. જે ટેલિકોમ સિમ સબ્સક્રાઈબર માટે ઉપયોગ કરવામાં આવે છે.

એઆઈસ્ટડીના પહેલા ફેસની સર્વિસમાં ખ્યાલ આવી શકે છે કે આ સિમ વેચવા માટે 44,582 સેલ્સ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરની સિમ વેચતા હતા.

સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના 44,582 પોઈન્ટને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. અને અત્યારે સમગ્ર ભારતમાં માત્ર 1575 ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ 181એફઆઈઆરદાખલ કરવામાં આવી છે.

સ્ટડીમાં જમ્મુ તથા કાશ્મીરમાં 1.20 કરોડ મોબાઈલ કનેક્શનનું એનાલાઈઝ કરવામાં આવ્યું . અહી 15194 કનેક્શન ખોટા ડોક્યુમેન્ટ પર લેવામાં આવ્યા છે.

Total Visiters :100 Total: 710576

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *