ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષે નોટિસ ફટકારી

Spread the love

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે


મુંબઈ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયુ છે અને ભારે ઉથપાથલ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે શિંદેના નેતૃત્વ ધરાવતી શિવસેનાના 40 ધારાસભ્ય અને ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને અયોગ્યતા પર જવાબ માંગવા પર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે અને માનવામાં આવી રહ્યું છે કે એનસીપી જૂથ સાથે આવતા શિવસેના શિંદે જૂથના ધારાસભ્યો નારાજ છે. મહત્વપૂર્ણ છે કે વિધાનસભા અધ્યક્ષે શિંદે જૂથના 16 ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો છે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં ગયા વર્ષે બળવો થયો હતો જે બાદ શિવસેના ( શિંદેજૂથ)એ બીજેપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. જેના વિરુદ્ધમાં ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખટખટાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમની સાથે 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરાવવાની માગ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે મે મહિનામાં મહ્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં આ મામલાને મોટી બેન્ચ પાસે મોકલી આપ્યો હતો. કોર્ટે કહ્યું, રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટ આપવાનો આદેશ ખોટો હતો. પરંતુ ઉદ્ધવ ઠાકરે સરકારને બહાલ ના કરી શકાય કારણ કે તેમણે જાતે જ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની અયોગ્યતા પરનો નિર્ણય સ્પીકર પર છોડી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે 16 ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય કરશે.

Total Visiters :119 Total: 1096011

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *