દેશની ગુપ્ત માહિતી પાક. હેન્ડલરને પહોંચાડનારાની ભૂજથી ધરપકડ

Spread the love

નિલેશ બડિયા કચ્છ બીએસએફ યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો, પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો


અમદાવાદ
દેશની ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપ હેઠળ કચ્છમાંથી ગુજરાત એટીએસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂજનો નિલેશ બડીયા નામનો શખ્સ પાકિસ્તાનના હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો હતો. તેમજ નિલેશ કચ્છ બીએસએફ યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો. પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો.
તપાસ દરમિયાન ગુજરાત એટીએસ ને જાણવા મળ્યું છે કે, નિલેશ અગાઉ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. જે પછી હનીટ્રેપમાં ફસાયા બાદ બીએસએફની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. તે અદિતિ નામની બનાવટી પ્રોફાઈલની મદદથી માહિતી મોકલતો હોવાની વિગતો પણ સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ એ તમામ તપાસ હાથ ધરી છે અને આરોપીના મોબાઇલની એફએસએલ તપાસમાં હકીકત સામે આવી છે. આરોપી સામે ઓફીસીયલ સીક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સમગ્ર ઘટના મામલે ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.

Total Visiters :154 Total: 1093882

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *