નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુતેની રાજીનામું આપવા જાહેરાત

Spread the love

ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ, રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલની કટોકટીની બેઠકમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા

એમસ્ટર્ડમ
નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતેએ ગઠબંધ પક્ષો વચ્ચે મતભેદો બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ છે. રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલે થયેલી કટોકટીની બેઠકમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા.
નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતેએ ગંઠબંધન સરકારમાં સ્થળાંતર નીતિ પર સમજૂતીના અભાવને કારણે રાજીનામું આપવાની જાહેરાત કરી છે આ રાજીનામાં બાદ ડચ સરકાર પડી ગઈ છે. ગઈકાલે રુતેની અધ્યક્ષતામાં થયેલી કટોકટીની ચર્ચામાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા. રૂતેના નેતૃત્વમાં ગઠબંધન સરકાર દોઢ વર્ષ પહેલા રચાઈ હતી, પરંતુ કેટલાક સમયથી સ્થળાંતર નીતિ પર સરકારમાં સામેલ પક્ષો વચ્ચે મતભેદો સામે આવી રહ્યા હતા.
રુતેએ કેબિનેટ બેઠક બાદ ગઈકાલે સાંજે મીડિયા સાથે વાત કરતી વખતે સરકાર પડવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ કિંગ વિલેમ-એલેક્ઝાન્ડરને પોતાનું રાજીનામું સોંપશે. જો કે રુતેએ કહ્યું કે જ્યાં સુધી નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી તમામ મંત્રીઓ કાર્યવાહક કેબિનેટ તરીકે તેમનું કામ ચાલુ રાખશે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રુતેની વીવીડી પાર્ટી ગયા વર્ષના શરણાર્થી શિબિરો પરના વિવાદ બાદ આશ્રય શોધનારાઓના પ્રવાહને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. નેધરલેન્ડ્સમાં આશ્રય માટેની અરજીઓ ગયા વર્ષે ત્રણ ગણી વધીને 47 હજાર કરતાં વધુ થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં સરકારે જણાવ્યું હતું કે 2023માં આશ્રય શોધનારાઓ તરફથી લગભગ 70 હજાર અરજીઓ આવી શકે છે.

Total Visiters :113 Total: 1095653

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *