49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં ગોવાની IM ભક્તિ કુલકર્ણી ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક

Spread the love

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે જેમાં ગોવાની IM ભક્તિ કુલકર્ણી અને PSPBની IM પદ્મિની રાઉટ વચ્ચે ટૂર્નામેન્ટનો 9મો રાઉન્ડ પૂરો થયા બાદ ડ્રો સાથે સમાપ્ત થયો. આ સાથે ભક્તિ 7.5 pt સાથે ટેબલમાં ટોચ પર રહી. 10મા રાઉન્ડમાં ભક્તિ RSPBની WIM મહાલક્ષ્મી એમ સામે લડશે. તમિલનાડુની WGM શ્રીજા શેષાદ્રી અને RSPBની WIM મહાલક્ષ્મી M વચ્ચેની બીજી મેચ અને PSPBની WGM મેરી એન ગોમ્સ અને મહારાષ્ટ્રની WIM મૃદુલ દેહનકર વચ્ચેની મેચ પણ ડ્રો સાથે સમાપ્ત થઈ. તેથી 9મો રાઉન્ડ પૂરો થયા પછી WGM શ્રીજા શેષાદ્રી અને WGM મેરી એન ગોમ્સ 7 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં.
બીજી તરફ ગુજરાતની WIM તેજસ્વિની સાગર અને PSPBની IM ઈશા કારાવડે વચ્ચેની મેચ પણ ડ્રો સાથે સમાપ્ત થઈ. તેથી તેજસ્વિનીએ 6 pt સાથે સંતોષ માનવો પડશે. 10મા રાઉન્ડમાં તેજસ્વિનીને તામીનલાડુની ACM નિવેદિતા વી સી સામે લડવાનું છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 152 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ હેઠળ કુલ 11 રાઉન્ડ રમાશે. ટોચના દસ વિજેતાઓને ટ્રોફી સાથે રૂ. 30 લાખના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 10.7.2023 ના રોજ સમાપ્ત થશે.

Total Visiters :659 Total: 1093786

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *